રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપના ટાર્ગેટ પર કોંગ્રેસના સાત ધારાસભ્યો, ભાજપ ત્રણ બેઠક કબજે કરવાની ફિરાકમાં

રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા ભાજપના ટાર્ગેટ પર કોંગ્રેસના સાત ધારાસભ્યો છે. ભાજપ ત્રણ બેઠક કબજે કરવા માગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મોટા ભાગના કોંગ્રેસના ધારાસભ્ય સૌરાષ્ટ્રના હોવાનો ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના MLAને ભાજપમાં લાવવાની જવાબદારી એક મંત્રીને સોંપાઈ છે. મુળ કોંગ્રેસના અને હાલ મંત્રી બનેલાને જવાબદારી સોંપાઈ છે. 7 પૈકી 3 ધારાસભ્ય એક સમાજના અન્ય બે ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન આપવાની પણ ચર્ચાએ જોર પકડ્યુ છે. જ્યારે બે ધારાસભ્યોને બોર્ડ નિગમમાં ચેરમેન તરીકે નિમણૂંક પણ ચર્ચા કરવામાં આવી રહી છે. મળતી માહિતી પ્રમાણે લોકસભાની ચૂંટણી સમયે જે ધારાસભ્ય પોતાની અથવા પત્ની માટે ટીકીટની માગણી કરનારનો પણ સમાવેશ થાય છે. જેમણે ટિકિટ માગી હતી તે ધારાસભ્ય અગાઉની રાજ્યસભાની ચૂંટણી સમયે છેલ્લી ઘડીએ ભાજપમાં જોડાતા અટકાવાયા હતા. પોતાના વિસ્તારના મોટા બિલ્ડર છે અને વિદેશમાં ફરવાના શોખીન છે. તેમણે મોટા કાર્યક્રમનું આયોજન કરીને મુખ્યમંત્રીને આમંત્રણ આપ્યુ હતુ.

મળતી માહિતી પ્રમાણે ભાજપ પોતાના રાજ્યસભાના કોઈ પણ સાંસદને રિપીટ નહીં કરે. ભાજપ પાસે રાજ્યસભામાં ચુની ગોહિલ, લાલજી વડોદીયા અને શંભૂપ્રસાદ ટિડિયા છે. જેમની જગ્યાએ ભાજપ નવા ચહેરાને તક આપશે. બીજી તરફ કોંગ્રેસ પોતાના જૂના જોગીઓના જ સથવારે ચૂંટણી જીતવાની વૈતરણી પાર કરવા ઉતરશે. કોંગ્રેસ પાસે હાલ મધુસુધન મિસ્ત્રી છે, જેની ટર્મ પૂર્ણ થવામાં છે. ગુજરાત કોંગ્રેસમાંથી રાજ્યસભામાં હોય તેવા સાંસદોમાં અહેમદ પટેલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. કોંગ્રેસમાંથી અહેમદ પટેલ અત્યાર સુધીમાં કુલ 5 વખત રાજ્યસભા પહોંચ્યા છે. તો બીજી તરફ પોતાના ભાષણોના કારણે સત્તાધારી પક્ષની સમસ્યામાં વધારો કરતાં મધુસુદન મિસ્ત્રીને કોંગ્રેસ કોઈ કાળે ખોવા નથી માગતી. જેથી તેમને રિપીટ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મધુસુદન મિસ્ત્રીની ગણતરી એવા નેતાઓમાં થાય છે જેમણે વડોદરામાં 2014ની ચૂંટણી દરમિયાન વડાપ્રધાન મોદીને ટક્કર આપી હતી.

હાલની સ્થિતિએ જોવા જઇએ તો કુલ મત 179 છે. એટલે જેટલી સીટ ખાલી હોય એમાં એક ઉમેરીને તેને ચાર વડે ભાગવામાં આવે તો ચાર બેઠક જીતવા માટે પ્રતિ બેઠક 35.5 મત જોઇએ. હાલ કોંગ્રેસ પાસે પોતાની 74 બેઠક વત્તા બે અપક્ષ એમ કુલ 76 મત છે. એટલે 35.5 મતના ક્રાઇટેરિયા પ્રમાણે તેને બે સીટ મળી શકે એમ છે. હવે જો ભાજપ તોડ જોડનું રાજકારણ રમીને કોંગ્રેસના દસ ધારાસભ્યોને ગેરહાજર રખાવી શકે તો કોંગ્રેસના 76 મતની જગ્યાએ 66 મત થઇ જાય. તો ગેરહાજર રહેલા સભ્યોને બાદ કર્યા પછીની સંખ્યા પ્રમાણે ગણતરી કરવાની રહે. એટલે 169 ભાગ્યા ચાર કરતાં 33.4 મત થાય તો કોંગ્રેસને માત્ર એક જ સીટ મળી શકે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.