રાજ્યસભા કાર્યવાહીથી PM નરેન્દ્ર મોદીના ભાષણનો એક શબ્દ હટાવાયો

રાજ્યસભામાં આપેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણમાંથી એક શબ્દને રેકોર્ડમાંથી હટાવવામાં આવ્યો છે. ખરેખર, ગુરુવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધનના આભાર પ્રસ્તાવ પર પીએમ મોદીએ કેટલાક મુદ્દાઓને લઈ વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને એક એવો શબ્દ કહ્યો જેને સદનની કાર્યવાહીથી હટાવવામાં આવ્યો છે.

બજેટ સત્રની શરૂઆતમાં સંસદના બંને સદનોની બેઠકમાં રાષ્ટ્રપતિએ અભિભાષણ આપ્યું હતું. જેના પર ધન્યાવાદ પ્રસ્તાવ દરમિયાન રાજ્યસભામાં પીએમ મોદીએ એક શબ્દનો ઉપયોગ કર્યો હતો. જેને રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂએ હટાવ્યો છે. રાજ્યસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે,”અધ્યક્ષે 6 ફેબ્રુઆરીના રોજ સાંજે 6.20થી સાંજ 6.30 સુધી રાજ્યસભાની કાર્યવાહીનો અમુક ભાગ હટાવી દીધો છે.”

આ સિવાય નાયડૂએ વિપક્ષી નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના નિવેદનમાંથી પણ એક શબ્દ હટાવ્યો છે. પીએમ મોદીના ભાષણ પછી ગુલામ નબી આઝાદે પોતાનું ભાષણ શરૂ કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.