નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતમાં, ત્રણ નિયમનકારી સંસ્થાઓ – નાગરિક ઉડ્ડયન નિયામક મંડળ, નાગરિક ઉડ્ડયન સલામતી કચેરી અને હવાઇ અકસ્માત તપાસ કચેરી – નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વધુ અસરકારક બનાવવામાં આવશે.
કેન્દ્રીય પ્રધાન હરદીપ પુરીએ કહ્યું કે એરક્રાફ્ટ સુધારા બિલ દેશમાં વિમાન કામગીરીની સલામતીના સ્તરને વધારવામાં મદદ કરશે. બિલમાં વિમાન કાયદા 1934 માં સુધારો કરીને દંડની મહત્તમ રકમ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલમાં, દંડની મહત્તમ મર્યાદા 10 લાખ રૂપિયા છે, જે બિલમાં વધારીને 1 કરોડ કરવામાં આવી છે.
વિમાનમાં હથિયારો, દારૂગોળો અથવા ખતરનાક પદાર્થો લઈ જવાની સજા ઉપરાંત કે કોઈપણ રીતે વિમાનની સલામતી જોખમમાં મૂકવામાં આવસે તો સજાની સાથે દંડની રકમ 10 લાખ રૂપિયા હતી. આ નિયમોમાં ફેરફાર કરાયા છે. એરક્રાફ્ટ બિલમાં સુધારો કરીને, હાલની પેનલ્ટીની રકમ 10 લાખ રૂપિયાથી વધારીને 1 કરોડ કરવામાં આવી છે.
મુસાફરોની સુરક્ષા સાથે ચેડાં થશે તો સજાની સાથે એક કરોડનો થશે દંડ
વિમાન સુધારણા બિલનો વિરોધ કરતાં કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે આરોપ લગાવ્યો કે તે પીપીપી મોડેલ પર એરપોર્ટ વિકસાવવાના નામે એક કૌભાંડ છે. ભાજપના સાંસદ જીવીએલ નરસિંહા રાવે બિલનો બચાવ કરતાં કહ્યું કે આ બિલ આપણા ઉડ્ડયન ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન લાવવાનું છે, જેના પગલે મુસાફરોની અવરજવરમાં મોટો વધારો થયો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.