મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન પર આજે રાજ્યસભામાં કેન્દ્ર સરકાર રિપોર્ટ રજૂ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજ્યસભામાં શાસનથી સંબંધિત રિપોર્ટ રજૂ કરશે.
મહારાષ્ટ્રમાં કોઇપણ પક્ષ દ્વારા સરકાર ના બનાવી શકવાની સ્થિતિમાં રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાષ્ટ્રપતિ શાસનની અનુશંસા કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરીથી ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું હતું.
સરકાર રચના પર હજુ પણ સસ્પેંસ
મહારાષ્ટ્રમાં સરકાર બનાવાને લઇ સસ્પેંસ ખત્મ થતા દેખાઇ રહ્યું છે. કોંગ્રેસ અને એનસીપીની મંગળવારના રોજ યોજાનાર બેઠક બુધવાર માટે ટળી ગઇ. હવે આ મીટિંગ આજે થશે. આ બધાની વચ્ચે એનસીપી ચીફ શરદ પવારે કહી દીધું કે જેમને સરકાર બનાવાની છે તેમને પૂછો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.