રાજ્ય સરકાર પ્રત્યેના અવિશ્વાસ અને વીમા કંપનીઓથી કંટાળી ખેડૂતો PM મોદીની શરણમાં

ટંકારા તાલુકાના હડમતીયા ગામના ખેડૂતોએ આજે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી પોતાની વેદનાં વ્યક્ત કરી હતી. લગભગ 200 જેટલા ખેડૂતોએ ખેતીમાં પોતાની સ્થિતિ અને રાજ્ય સરકાર તેમજ વીમા કંપનીથી નારાજગી આ પત્રમાં લખી છે. અને ખેડૂતોની વ્હારે આવવા પ્રધાન મંત્રીને જણાવી રહ્યા છે. સમગ્ર જીલ્લામાં જે રીતે ભારે વરસાદ અને બાદમાં ત્રણ જેટલા માવઠાએ ખેડૂતોને નુક્સાનીમાં મૂકી દીધા છે ત્યાર બાદ સર્વેની કામગીરી અને વીમા કંપનીના અધિકારીઓના જવાબથી નારાજ ખેડૂતો હવે પ્રધાન મંત્રીને યાદ કરી રહ્યા છે.

મોરબી જિલ્લામાં ધીમે-ધીમે ખેડૂતોનો આક્રોશ જુદી જુદી રીતે બહાર આવી રહ્યો છે. આજે ટંકારા તાલુકાના હડમતીયા ગામે ખેડૂતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સીધો પત્ર લખ્યો છે. પત્રમાં ખેડૂતો પોતાની સ્થિતિ જણાવી રહ્યા છે અને ખેડૂતોને વીમા કંપનીઓ દ્વારા અપાતા જવાબો અને સરકારી અધિકારીઓના નુકશાની સર્વેની પધ્ધતિ સામે પણ નારાજગી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીને મદદ માટે આવવા ખેડૂતો માંગ કરી રહ્યા છે. હડમતીયા ગામમાંથી ખેડૂતોએ 6 કરોડનું ધિરાણ ઉપાડીને પોતાના પાક વાવ્યા હતા. લગભગ 25 લાખ જેટલી રકમ ગામના ખેડૂતોએ પાક વીમા પ્રિમીયમ પેટે ભરી છે. અને જયારે અતિવૃષ્ટી અને માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે ત્યારે વીમા કંપનીના જવાબો અને વર્તન તેમજ સરકારી અધિકારીઓની સર્વે પદ્ધતિ સામે પણ ખેડૂતોમાં ભારે રોષ છે અને એટલે જ આ ખેડૂતો એ પત્ર લખીને પ્રધાનમંત્રીને અવગત કરાવી તેઓ ખેડૂતોની વ્હારે આવે એવા હેતુથી ખેડૂતો આ પત્ર લખી રહ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.