ગણતંત્ર દિવસ બાદ ખેડૂત આંદોલનના રાકેશ ટિકૈતના નેતૃત્વમાં જે ટર્ન આવ્યો છે તેના પરિણામોને લઈને ચર્ચા શરુ થઈ ગઈ છે.
રાજ્યમાં જે રીતે તેમની મહાપંચાયતોમાં ગામોમાંથી લોકોની ભારે ભીડ ભેગી થઈ રહી છે. તેને જોતા કહેવામાં આવી રહ્યું છે કે સીએમ ખટ્ટરને ટિકૈતની નજર લાગી શકે છે. ખેડૂત આંદોલનના ચક્કરમાં ભાજપ સંકટમાં ખેડૂતોની વચ્ચે એવા સૂત્રો સંભળાઈ રહ્યા છે. અખિલ ભારતીય આદર્શ જાટ મહાસભાના અધ્યક્ષ દીપક રાઠી કહે છે કે ટિકૈતના પગલા પર તમામની નજર છે. તેમણે અત્યાર સુધી જે મહાપંચાયતો કરી છે તે તમામ જાટ બાહુલ્ય વિસ્તારોમાં કરી છે.
મંત્રીઓને સાર્વજનિક કાર્યક્રમોમાં ભાગ લેવા પોલીસ સુરક્ષા લેવી પડી રહી છે
ટિકૈતે પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હરિયાણા અને રાજસ્થાનના જાટ સમૂદાયને એક મંચ પર લાવવાની કવાયદ શરુ કરી છે. હરિયાણામાં જે ઝડપથી ટિકૈતે જાટ સમુદાયની વચ્ચે પોતાની પકડ મજબૂત કરી છે. તેનાથી ભાજપ- જજપા સરકારને સમસ્યા ઉભી થઈ શકે છે. જો જાટ સમુદાય ભાજપથી નારાજ છે.
ટિકૈત જે મહાપંચાયતોમાં સામેલ થયા છે તે બધી જાટ વિસ્તારની
ખેડૂત આંદોલનમાં સામેલ રહેલા એક મોટા નેતા જેમણે આ આંદોલનથી કિનારા કરી લીધા છે તેમણે કહ્યું કે ટિકેતની ચાલ જોવા જેવી છે. આ આંદોલન અઢી રાજ્યોનું છે. અમારે તો દેશના બાકી ખેડૂતોનું સાંભળવું પડે. હેરાન કરવા વાળી વાત એ છે કે પહેલા પણ ખેડૂત નેતાઓએ સરકારનો આ ભ્રમ તોડવાનો પ્રયાસ નથી કર્યો અને હવે ટિકૈતે સરકારની આ વાત પર મોહર પણ લગાવી દીધી છે. ટિકૈત જે મહાપંચાયતોમાં સામેલ થયા છે તે બધી જાટ વિસ્તારની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.