ટિકૈતના કાફલા પર રાજસ્થાનમાં હુમલો થયો,રાકેશ ટિકૈતની કારના કાચ તુટી ગયા

રાકેશ ટિકૈતના કાફલા પર શુક્રવાર સાંજે 33 લોકોએ હુમલો કર્યો હતો. આ મામલે અત્યાર સુધીમાં 14 લોકોની ધરપકડ થઇ ચૂકી છે. ફરિયાદ અનુસાર, સ્વાગત કરવાના બહાને પહેલા ટિકૈતની ગાડી રોકવામાં આવી, ત્યારબાદ લાકડીથી કારનો કાચ તોડવામાં આવ્યો. આ સિવાય ટિકૈત પર કાળી શાહી પણ ફેંકવામાં આવી.

આ મામલે પોલીસે ABVPના કાર્યકર્તા કુલદીપસિંહ યાવદ સહિત 14 લોકોની ધરપકડ કરી લીધી છે. રાકેશ ટિકૈત પર આ હુમલે તે સમયે થયો હતો

એક તરફ ખેડૂત નેતા રાકેશ ટિકૈતે આ સમગ્ર હુમલા માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે. તેમણે આ હુમલાને પૂર્વનિયોજીત પણ ગણાવ્યો છે. બીજી તરફ ભાજપે પણ આ હુમલાને લઇને પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપનું કહેવું છે કે, આ હુમલાથી તેમની પાર્ટીને કોઇ લેવાદેવા નથી.

ખેડૂત આંદોલન ભારતીય કિશાન યૂનિયનના નેતા અને પ્રવક્તા રાકેશ ટિકૈતના કાફલા પર રાજસ્થાનમાં હુમલો થયો છે. ખુદ ટિકૈત હુમલાની જાણકારી આપી છે. આ હુમલો અલવર જિલ્લામાં થયો છે.

હુમલા બાદ રાકેશ ટિકૈતે ટ્વીટ કરી કહ્યુ, ‘રાજસ્થાનના અલવર જિલ્લાના તતારપુર ચૌરાહા, બાનસૂર રોડ પર ભાજપાના ગુંડા દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.