બુધવારે એક વિશાળ રેલીને સંબોધન કર્યું હતું અને સરકારને ચેતવણી આપી હતી કે, જો નવા કૃષિ કાયદા રદ કરવામાં નહીં આવે તો સત્તામાં રહેવું મુશ્કેલ થઈ જશે.
ટિકૈતે અગાઉ એક ન્યુઝ ચેનલને કહ્યું હતું કે અમે સરકારને ઑક્ટોબર સુધીનો સમય આપ્યો છે. જો સરકાર અમારું નહીં સાંભળે તો અમે દેશભરમાં 40 લાખ ટ્રેક્ટરો સાથે ટ્રેક્ટર રેલી કરીશું.
પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસા બાદ પોલીસે આ વિરોધ સ્થળોએ લોકોને આવતા રોકવા દીવાલો અને રસ્તાઓ પર બેરીકેટ્સ લગાવી દીધા છે. આ પ્રતિબંધોની ટીકા કરતા ટિકૈતે કહ્યું કે, જ્યારે રાજા ડરી જાય છે, ત્યારે તે ગઢને સુરક્ષિત કરે છે. તેણે સૂચન કર્યું કે, તે ત્યાંના રસ્તાઓ પર લાગેલા કાંટાળા ખીલાઓ પર સૂઈ જશે, જેથી બીજા લોકો તેના પર પગ મૂકીને તેમને ઓળંગી શકે.
મહાપંચાયત’મા હરિયાણાના બીકેયુના પ્રમુખ ગુરનમસિંહ ચડુની અને પંજાબના બીકેયુ નેતા બલબીરસિંહ રાજેવાલ હાજર રહ્યા હતા. તેમજ 50થી વધુ ‘ખાપ’ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. “મહાપંચાયત” ખાતે પાંચ ઠરાવો પસાર કરાયા હતા.
જિંદમાં ભીડ એટલી કે સ્ટેજ તૂટી ગયો
હરિયાણાના જિંદમાં બુધવારે ચાલતા “મહાપંચાયત” પર કેન્દ્રના કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલનને ટેકો આપવા માટે બીકેયુના પ્રમુખ રાકેશ ટીકૈત અને અન્ય ખેડૂત નેતાઓ ઊભા હતા ત્યારે સ્ટેજ તૂટી ગયો હતો.
ટીકૈતે આ સભાને સંબોધન કરવા ગયા હતા. પરંતુ આ બનાવથી ચારે તરફ ખળભળાટ મચી ગયો હતો. આ બનાવ બાદ ટીકૈતે અને આયોજકોએ લોકોને શાંત રહેવા માટે વારંવાર કહેવું પડ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.