કોરોના વાયરસની બીજી લહેરે વધારી મુશ્કેલીઓ,રાખી લો ખાસ પ્રકારની સાવધાની

કોરોના વાયરસની બીજી લહેરે મહામારીનો રેકોર્ડ બનાવ્યો છે. આ સમયે સામાન્ય માણસની મુશ્કેલી વધી રહી છે. હેલ્થ વિભાગે પણ સતર્ક રહેવાની સલાહ આપી છે.

ઘરમાં રહીને જો તમે બહારથી ખાવાનું ઓર્ડર કરવાનું વિચારી રહ્યા છો તો તે તમારા માટે ખતરાથી ઓછું નથી. આ રીતના ઓર્ડરનું પેમેન્ટ ઓનલાઈન કરો તે યોગ્ય છે

કોરોના વાયરસના લક્ષણ દેખાય તો અલગ રૂમમાં રહો. તમારા કપડા, વાસણને અન્ય સભ્યોના સંપર્કમાં ન આવવા દો.
જો તમે ઘરમાં માસ્ક પહેરી રહ્યા છો તો ધ્યાન રાખો કે તે ડિસઈન્ફેક્ટેડ હોય.

જો ઘરના કોઈ સભ્ય કે બહારની વ્યક્તિ તમારા રૂમમાં આવી છે તો તેનાથી ઓછામાં ઓછી 1થી 3 મીટરની દૂરી બનાવીને રાખો. ફેસ માસ્ક પહેરીને પછી જ વાત કરો.

ઘરમાં સાફ જગ્યાએ તમે વધારે સુરક્ષિત રહો છો પણ જો તમને કોરોના વાયરસના લક્ષણ દેખાય છે તો તરત સરકારી હેલ્પલાઈન પર કે નજીકની હોસ્પિટલનો સંપર્ક કરી લો.

ફોન, રિમોટ કે ચાવી જેવી ચીજનો ઉપયોગ કર્યા બાદ તેને પણ સેનેટાઈઝ કરી લો. લિફ્ટ કે લાઈટની સ્વિચને પ્રેસ કરવા માટે ટૂથ પિક કે માચિસનો ઉપયોગ કરો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.