રાખી સાંવતે તેના પતિ રિતેશ સાથે અલગ થવાની જાહેરાત કરી દીધી છે. તેમજ આ વાતની જાણકારી તેણે પોતોના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ શેર કરીને આપી છે. બિગ બોસ પછી કપલના સંબંધોમાં ઘણી સમસ્યાઓ શરૂ થઈ ગઈ હતી અને જેના સુધારવાનો બંનેએ પ્રયાસ પણ કર્યો. પરંતુ જ્યારે કોઈ સુધારો ન થયો તો બંનેએ અલગ થવાનો નિર્ણય લીધો.
રાખીએ પોસ્ટ શેર કરી, ડિયર ફેન્સ, તમને લોકોને જણાવવા માગુ છું કે હું અને રિતેશ એકબીજાથી અલગ થઈ ગયા છીએ. બિગ બોસ પછી ઘણું બધું થયું અને ઘણી વસ્તુઓ એવી હતી જે મારા કંટ્રોલ બહાર હતી અને અમે બંનેએ ઘણો પ્રયાસ કર્યો પરંતુ આખરે મેં નક્કી કર્યું કે હવે અમારે બંનેએ પોતાની લાઈફ અલગ અલગ વિતાવવી જોઈએ.
બોલિવૂડની ડ્રામા ક્વીન રાખી સાવંત બાદ હવે તેનો પતિ રિતેશ પણ રિયાલિટી શો બિગ બોસ 15માં જોવા મળશે. રાખીએ 28 જુલાઈ 2019માં NRI રિતેશ સાથે લગ્ન કર્યા હતા, જો કે તેને હજી સુધી તેના પતિનો ફોટો બતાવ્યો નથી.અને ઘણા લોકોએ તો એટલે સુધી કહ્યું હતું કે રાખીએ લગ્નનું નાટક કર્યું છે અને આવી સ્થિતિમાં રિતેશને જોવો એ દરેક માટે એક્સાઇટિંગ હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.