રક્ષાબંધનના તહેવારને લઈ રેલવે દ્વારા મોટો નિર્ણય,વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો આદેશ..

Raksha Bandhan Indian Railway : રક્ષા બંધન (Raksha Bandhan 2024) ના તહેવારોને લઇ એસટી નિગમ (GSRTC) દ્વારા વધારાની બસો દોડાવવાની જાહેરાતની વચ્ચે ફરી એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં રક્ષા બંધન (Raksha Bandhan 2024)ના તહેવારને લઈ હવે રેલવે દ્વારા પણ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ રક્ષા બંધન (Raksha Bandhan 2024)ના તહેવારને લઈ વિશેષ ટ્રેન દોડાવામાં આવશે. મહત્વનું છે કે, મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે અમદાવાદ અને બાંદ્રા ટર્મિનસ વચ્ચે વિશેષ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવે દ્વારા રક્ષા બંધન (Raksha Bandhan 2024)ના તહેવારને લઈ એક સરાહનિય નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ રક્ષા બંધન (Raksha Bandhan 2024)ના તહેવારને લઈ વિશેષ ભાડા પર ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ ટ્રેન નંબર 09054 અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ ગુરુવાર, 15 ઓગસ્ટ ના રોજ અમદાવાદથી સવારે 8:45 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સાંજે 5:15 કલાકે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ સાથે ટ્રેન નંબર 09053 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ બુધવાર,14 ઓગસ્ટ ના રોજ બાંદ્રા ટર્મિનસથી 21:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે 05:30 કલાકે અમદાવાદ પહોંચશે.

માહિતી પ્રમાણે આ ટ્રેન બંને દિશામાં નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ ટ્રેનમાં થર્ડ એસી, સ્લીપર અને જનરલ ક્લાસ ના કોચ હશે. ટ્રેન નંબર 09054નું બુકિંગ 14 ઓગસ્ટથી અને ટ્રેન નંબર 0905 નું બુકિંગ 13 ઓગસ્ટના રોજ 16.00 વાગ્યા થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને રચના અંગેની વિગતવાર માહિતી માટે મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

GSRTC દ્વારા પણ એકસ્ટ્રા બસો દોડાવાશે

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે GSRTC દ્વારા આ વર્ષે પણ રક્ષાબંધન (Raksha Bandhan 2024)ના તહેવારને લઈ મુસાફરોને અગવડતા ન પડે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વિગતો મુજબ આ વર્ષે એસટી નિગમ (GSRTC) રાજ્યમાં 6500 એક્સ્ટ્રા ટ્રીપ દોડાવશે. ચાલુ વર્ષે નિગમ દ્વારા 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી રક્ષાબંધન (Raksha Bandhan 2024)ના તહેવારો દરમિયાન અંદાજિત 6,500 જેટલી એક્સ્ટ્રા ટ્રીપોનું સંચાલન કરવાના છે. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડીવિઝનમાંથી ટ્રાફિક પ્રમાણે એકસ્ટ્રા ટ્રીપનું સંચાલન કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.