રામ મંદિરની વેબસાઈટ હેક કરવા સાયબર ચાંચિયાઓએ 5 કરોડથી વધુ કર્યા પ્રયાસ, પાકિસ્તાન-ચીનના હેકર્સે કર્યો હતો હુમલો

આ વર્ષે 22 જાન્યુઆરીએ જ્યારે સમગ્ર દેશ રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી રહ્યો હતો, તે જ સમયે ચીન અને પાકિસ્તાનના હેકર્સ રામ મંદિર સાથે જોડાયેલા સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર નજર રાખી રહ્યા હતા. એટલું જ નહીં, રામ મંદિરની વેબસાઇટ પર વધુ ટ્રાફિક મોકલીને તેને ક્રેશ કરી નાખવાની પણ યોજના ઘડી કાઢી હતી.22 જાન્યુઆરીએ જ્યારે સમગ્ર દેશ અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણીમાં વ્યસ્ત હતો તે સમયે દેશની સાયબર સેલ સહિત તમામ સુરક્ષા એજન્સીઓ એક મોટા ખતરા સાથે બાથ ભીડી રહી હતી. વાસ્તવમાં, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે, સાયબર હેકર્સની નજર રામ મંદિર સાથે જોડાયેલી તમામ વેબસાઇટ પર હતી. હેકર્સે રામ મંદિરની સાથે જોડાયેલી તમામ વેબસાઈટ પર ઘણી વખત ટાર્ગેટ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ સરકારની સતર્કતાને કારણે મોટી ઘટના ટળી હતી.જ્યારે દેશના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો, તે જ સમયે ચીન અને પાકિસ્તાનના હેકર્સ રામ મંદિર સાથે જોડાયેલા સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર એટેક કરવાની ફિરાકમાં નજર રાખી રહ્યા હતા. સુરક્ષા એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ હેકર્સે રામ મંદિર, પ્રસાર ભારતી અને ઉત્તર પ્રદેશના વેબ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.લગભગ 140 આઈપી એડ્રેસ દ્વારા રામ મંદિર, પ્રસાર ભારતી અને ઉત્તર પ્રદેશના વેબ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સરકારે સંબધિત વેબ ઓપરેટરોને સૂચનાઓ આપીને હેકર્સને બ્લોક કરી દીધા હતા, પરંતુ ફરીથી એક પ્રયાસ કરવામાં આવ્યો અને આને પહોંચી વળવા સરકારે 1244 આઈપી એડ્રેસ બ્લોક કર્યા. તેમાંથી લગભગ 999 આઈપી એડ્રેસ ચીન સાથે જોડાયેલા હતા.

15 મિનિટમાં 5 કરોડથી વધુ પ્રયાસો

એટલું જ નહીં, વેબસાઇટ પર વધુ ટ્રાફિક મોકલીને વેબસાઈટને ક્રેશ કરવાની પણ યોજના બનાવી હતી. હૈદરાબાદમાં બે જગ્યાએથી 15 મિનિટમાં જ સરકારી વેબસાઈટ ખોલવાના 5 કરોડથી વધુ પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ બાબત પણ દેશની સાયબર સેલ સહિત તમામ સુરક્ષા એજન્સીઓએ સમયસર સંભાળી લેવામાં આવી હતી. સરકાર આ ખતરાની પહેલાથી જ જાણતી હતી. ટેલિકોમ સિક્યુરિટી ઓપરેશન સેન્ટર પહેલાથી જ આની દેખરેખ રાખી રહ્યું હતું. તેથી, આ સાયબર સુરક્ષા સંબંધિત હુમલાઓને સમયસર રોકી શકાય.

ચીની અને પાકિસ્તાની હેકર્સ પર નજર હતી

રિપોર્ટ અનુસાર જાન્યુઆરીમાં રામ મંદિરના ઉદ્ઘાટન સમયે ચીન અને પાકિસ્તાનના હેકર્સ અને સાયબર ચાંચિયાઓ સતત ભારતીય વેબસાઈટને નિશાન બનાવી રહ્યા હતા. એવો દાવો કરવામાં આવ્યો છે કે હેકર્સે રામ મંદિર, પ્રસાર ભારતી અને ઉત્તર પ્રદેશના સાયબર ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નિશાન બનાવવા માટે ઘણી વખત પ્રયાસ કર્યા હતા પરંતુ તેઓ તેમના પ્લાનમાં સફળ થઈ શક્યા ન હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.