રામ મંદિર નિમાઁણ કાયઁમાં હાર્દિક પટેલ અને તેના પરીવારે પણ આપ્યુ આટલુ દાન..

5 ઓગસ્ટના રોજ અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દિગ્ગજ નેતાઓ અને ભારતભરમાંથી સંતો ઉપસ્થિત રહેશે. ત્યારે રામ મંદિર નિર્માણને લઈને લોકો લાખો-કરોડો રૂપિયાનું દાન પણ આપી રહ્યાં છે, ત્યારે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને તેના પરિવાર દ્વારા રામ મંદિર નિર્માણ માટે 21 હજાર રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. આ સાથે હાર્દિક પટેલે રામ મંદિર નિર્માણ થકી સમગ્ર દેશ અને ગુજરાતમાં રામરાજ્યની સ્થાપના થાય એવું પણ જણાવ્યું છે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું છે કે, હું ધર્મ પ્રત્યે નિષ્ઠા રાખું છું, પરંતુ કટ્ટર નથી. મર્યાદા પુરૂષોતમ ભગવાન રામનું અયોધ્યામાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. હું અને મારો પરિવાર ભગવાનમાં આસ્થા રાખીએ છીએ અને માટે જ ભગવાન રામના મંદિર નિર્માણમાં 21000 રૂપિયાનો ફાળો આપવાનું મારા પરિવારે નક્કી કર્યું છે. ભગવાન રામના મંદિર નિર્માણ થકી ગુજરાત સહિત સમગ્ર દેશમાં રામરાજ્ય સ્થાપિત થાય તેવી આશા રાખું છું. રામરાજ્યનો મતલબ છે ખેડૂતોની સમૃદ્ધિ, યુવાનોને નોકરી, મહિલાઓની સુરક્ષા, બાળકોને સ૨સ્વતીનું મફત અને સારું શિક્ષણ, ગામડાઓનો વિકાસ અને દેશની આર્થિક વૃદ્ધિ, સૌ ભા૨તીય સુખી, સમૃદ્ધ અને સ્વસ્થ ૨હે તેવી જ ભગવાનને પ્રાર્થના.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.