રામ મંદિરના ભૂમિ પૂજન બાદ આખા દેશમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ છે.તેવામાં ઓલ ઈન્ડિયા ઈમામ એસોસિએશને ભડકાઉ અને કોમવાદી નિવેદન આપ્યુ છે.
એસોસિએશનના અધ્યક્ષ સાજિત રશીદીએ કહ્યુ છે કે, રામ મંદિરને તોડીને ત્યાં મસ્જિદ બનાવવામાં આવશે.વિવાદીત સ્થળે ક્યારેય મંદિર હતુ જ નહી.ત્યાં બાબરી મસ્જિદ હતી અને મસ્જિદ જ રહેશે.
રશીદીએ કહ્યુ હતુ કે, ઈસ્લામ પ્રમાણે મસ્જિદ હંમેશા મસ્જિદ જ રહે છે.તેને તોડીને બીજુ કશું બનાવી શકાય નહીં. અમારા મતે તો મંદિરને તોડીને ત્યાં મસ્જિદ નહોતી બનાવાઈ પણ હવે એવુ થઈ શકે છે.મંદિર તોડીને ફરી ત્યાં મસ્જિદ બનાવાશે.
તેમણે પીએમ મોદી માટે કહ્યુ હતુ કે, નરેન્દ્ર મોદીએ ભૂમિ પૂજનમાં જઈને સંવિધાનનુ ઉલ્લંઘન કર્યુ છે.
આ પહેલા ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ આવુ જ ભડકાઉ નિવેદન જાહેર કરીને હક્યુ હતુ કે, બાબરી મસ્જીદ પહેલા પણ હતી અને કાલે પણ રહેશે.મસ્જિદમાં મૂર્તિઓ મુકી દેવાથી કે નમાઝ પર પ્રતિબંધ મુકી દેવાથી મસ્જિદનો દરજ્જો ખતમ નથી થઈ જતો.અમારુ હંમેશા માનવુ છે કે, બાબરી મસ્જિદ મંદિર તોડીને બનાવવામાં આવી નથી.
બોર્ડે પણ ભવિષ્યમાં મંદિર તોડીને મસ્જિદ બનાવવાની ધમકી આપી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.