- મુસ્લિમ સમુદાયના લોકો અલ્લાહની ઈબાદત કરીને તેમના નામે રોઝા રાખે છે, જેમાં માત્ર સૂર્યોદય પહેલાં સહરીના સમયે અને સૂર્યાસ્ત બાદ સાંજે ઇફ્તારમાં કઈંક ખાવા-પીવામાં આવે છે. તેના સિવાય દિવસ દરમિયાન પાણી પીવાની પણ મનાઈ હોય છે, એટલે કે રોઝા રાખનારે સમગ્ર દિવસ દરમિયાન ભૂખ્યું અને તરસ્યું રહેવું પડે છે. તેમજ ઇફ્તારી દરમિયાન સૌથી પહેલાં ખજૂર ખાવાનો નિયમ છે.
- ઇસ્લામ ધર્મમાં રમઝાન માસનું ખૂબ જ મહત્વ છે. આ વર્ષે 11 અથવા 12 માર્ચે રમઝાન મહિનાની શરૂઆત થઇ રહી છે. આ દરમિયાન મુસ્લિમ સમુદાયના લોકો અલ્લાહની ઈબાદત કરીને તેમના નામે રોઝા રાખે છે, જેમાં માત્ર સૂર્યોદય પહેલાં સહરીના સમયે અને સૂર્યાસ્ત બાદ સાંજે ઇફ્તારમાં કઈંક ખાવા-પીવામાં આવે છે. તેના સિવાય દિવસ દરમિયાન પાણી પીવાની પણ મનાઈ હોય છે, એટલે કે રોઝા રાખનારે સમગ્ર દિવસ દરમિયાન ભૂખ્યું અને તરસ્યું રહેવું પડે છે. તેમજ ઇફ્તારી દરમિયાન સૌથી પહેલાં ખજૂર ખાવાનો નિયમ છે. એટલે કે લોકો ખજૂર ખાઈને રોઝા ખોલે છે અને ત્યારબાદ જ અન્ય ચીજ-વસ્તુનું સેવન કરે છે. ત્યારે આ આર્ટિકલમાં અમે તમને રમઝાન અને ખજૂરનું ધાર્મિક મહત્વ સમજાવવા જઈ રહ્યા છીએ. સાથે જ એ પણ જણાવીશું કે લાંબા સમય સુધી ભૂખ્યા અને તરસ્યા રહયા બાદ ખજૂરનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય પર કેવી અસર પડે છે.
- ઇસ્લામિક માન્યતાઓ અનુસાર, રમઝાનમાં ખજૂર ખાઈને રોઝા ખોલવાને સુન્નત માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, પૈગંબર હઝરત મોહમ્મદને ખૂબ પસંદ હતા. તેઓ ખજૂર ખાઈને જ રોઝા ખોલતા હતા. તેમજ પૈગંબર હઝરત મોહમ્મદના માર્ગ પર ચાલવાને સુન્નત માનવામાં આવે છે. જેથી મુસ્લિમ સમુદાયના લોકો રોઝા ખોલવા માટે ખજૂરનું સેવન કરે છે અને ત્યારબાદ જ અન્ય ચીજોનું સેવન કરે છે.
કેવી હોય છે સ્વાસ્થ્ય પર અસર?
ખજૂર ઘણા પોષણ સંબંધિત લાભ પ્રદાન કરે છે. ત્યારે વ્રત તોડવા માટે ખજૂરનું સેવન ઉત્તમ માનવામાં આવે છે.
-
નેચરલ સ્વીટનર
ખજૂરમાં પ્રાકૃતિક મીઠાશ રહેલી છે, જે દિવસભર ઉપવાસ બાદ ઇન્સ્ટન્ટ એનર્જી પ્રદાન કરે છે. ખજૂરનો ગ્લાયસેમીક ઇન્ડેક્સ (GI) ઓછો હોય છે, જેથી હેલ્થ એક્સપર્ટ્સ ખજૂરને ડાયાબિટીસના દર્દીઓ માટે સુરક્ષિત કહે છે, પરંતુ એક સીમિત માત્રામાં જ તેનું સેવન કરવું જોઈએ.
પોષક તત્વોથી છે ભરપૂર
ખજૂર ફાઈબર, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામિન સહીત ઘણા બધા પોષક તત્વોનું એક પાવરહાઉસ છે. આ પોષક તત્વો લાંબા સમય સુધી ઉપવાદ બાદ એનર્જી આપે છે અને શરીરને પોષણ પૂરું પાડે છે.
-
હાઇડ્રેશન
ખાજોરરમાં પાણીની માત્રા વધુ રહેલી છે. જેથી તે દિવસભર પાણી ન પીધા બાદ શરીરમાં હાઇડ્રેશન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. જેથી તેનું સેવન કરવું ફાયદાકારક સાબિત થઇ શકે છે.
પેટ માટે ફાયદાકારક
ખજૂરનું સેવન પાચનને પ્રોત્સાહન આપે છે. જેના કારણે દિવસભર ભૂખ્યા રહેવાથી ગેસ કે એસીડીટીની પરેશાની નથી થતી. સાથે જ ખજૂરમાં ડાયટરી ફાઈબરની ભરપૂર માત્રા મળી આવે છે, જે મેટાબોલિઝ્મને બુસ્ટ કરવામાં મદદ કરે છે.
-
ખજૂર છે એન્ટી ઇન્ફ્લેમેટરી
લાંબા સમય સુધી ભૂખ્યા રહેવાના કારણે પેટમાં બળતરા થઇ શકે છે. ત્યારે ખજૂરમાં રહેલા એન્ટી એક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ બળતરાને દૂર કરવામાં મદદ કરી શકે છે. જેથી ખજૂરનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.