જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા હતા અને કોંગ્રેસનાઅ વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીની આકરી ટીકા કરી હતી. ગુહાએ વડાપ્રધાન મોદીને મહેનતુ અને પોતાની મહેનતના જોરે આગળ વધનારા નેતા ગણાવ્યા હતાં.
રામચંદ્ર ગુહાએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે ‘પાંચમી પેઢીના શાસક’ રાહુલ ગાંધીનો ભારતીય રાજનીતિમાં કોઈ જ ચાંસ નથી. એટલુ જ નહીં ગુઆએ તો ત્યાં સુધી કહી દીધું હતું કે, કેરળના લોકોએ રાહુલ ગાંધીને સાંસદ તરીકે ચૂંટીને વિનાશકારી કામ કર્યું છે.
જાણીતા ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ કેરળમાં આયોજીત સાહિત્ય મહોત્સવમાં રાહુલ ગાંધી પર બરાબરના ચાબખા માર્યા હતાં. તેમણે કહ્યું હતું કે, તમે (મલયાલી)લોકોએ સાંસદ તરીકે રાહુલ ગાંધીને કેમ ચૂંટ્યા? હું અંગત રીતે રાહુલ ગાંધીનો વિરોધી નથી. તે ખુબ જ શિષ્ટ છે અને સભ્ય છે પણ યુવા ભારતા પાંચમી પેઢીનો શાસક નથી ઈચ્છતુ. જો તમે મલયાલી લોકો 2024માં રાહુલ ગાંધીને ફરી એકવાર સાંસદ તરીકે ચૂંટશો તો તેનાથી માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને જ લાભ થશે કારણ કે નરેન્દ્ર મોદીનો સૌથી મોટો ફાયદો એ છે કે તે રાહુલ ગાંધી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.