યોગગુરુ રામદેવે દાવો કર્યો છે કે તે જલ્દી બ્લેક ફંગસની દવાને લઈને આવવાના છે. તેમણે એક ન્યૂઝ ચેનલના કાર્યક્રમમાં વાતચીત દરમિયાન આ દાવો કર્યો છે.
રામદેવે કહ્યુ કે તમામ વિવાદો છતાં 18 કલાકની સેવા કરી રહ્યો છું અને બહું જલ્દી એક અઠવાડિયાની અંદર બ્લેક ફંગસ, યલો ફંગસ અને વ્હાઈટ ફંગસની સારવાર આયુર્વેદથી આપવાનો છુ. કામ થઈ ચૂક્યું છે અને પ્રક્રિયા ફાઈનલ સ્ટેજમાં છે. અમે અત્યારે પણ ફંગસની દવાબનાવી રહ્યા છીએ.
આઈએમએ બલ્બને, પેન્ટને અને સાબુને વારંવાર પ્રમાણિત કરવાનું કામ કરી રહ્યા છે. જ્યારે કોરોનિલને અપ્રમાણિત કહીને આયુર્વેદની મજાક ઉડાવે છે. વિવાદ એ વાતથી છે મે આ કહ્યું છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાના રસીકરણ અને એલોપેથીને લઈને આપવામાં આવેલા રામદેવના નિવેદનથી નારાજ સંગઠને તેમની વિરુદ્ધ કાર્યવાહી ન થવાની દિશામાં વિરોધ તેજ કરવાનું એલાન કર્યુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.