રમેશભાઇ સુથાર હળદરની ખેતીમાંથી બની ગયા લખપતિ, તમે પણ આપનાવો આ આઇડિયા

  • ખેડૂતો ખેતીમાં નવા પ્રયોગ કરી રહ્યાં છે. નવા પ્રયોગમાં સફળતા મળે છે. તેમજ ઓછી મહેનતે વધુ કમાણી કરે છે. મહેસાણા જિલ્લાનાં ખેડૂતે હળદરની ખેતી કરે છે. હળદર સીધી બજારમાં વેચી દેતા નથી. પરંતુ તેનું મૂલ્યવર્ધન કરીને વેચાણ કરે છે.
  • ખેડૂતો હવે રાસાયણિક ખેતીની આડ અસરને જોઈને વધુમાં વધુ ઝેરમુક્ત ખેતી તરફ વળ્યા છે. તેમજ મહેસાણા જિલ્લાના ખેડૂતો પણ હવે આધુનિક અને પ્રાકૃતિક રીતે ખેતી કરી સારું ઊત્પાદન ઓછા ખર્ચે મેળવી રહ્યાં છે.
  • મહેસાણા જિલ્લાનાં ઊંઝા તાલુકાના કરલી ગામનાં ખેડૂત રમેશભાઈ સુથાર પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે અને પોતાના ખેતરમાં હળદરની ખેતી કરી તેના પાવડર બનાવી વેચાણ કરે છે.
  • મહેસાણા જિલ્લાનાં ઊંઝા તાલુકાના કરલી ગામના ખેડૂત રમેશભાઈ સુથાર કોમર્સ વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા છે અને 11 વર્ષ થી પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. ખેતી પહેલા ખેડૂત ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં નોકરી કરતા હતાં.
  • ત્યારબાદ આણંદ યુનિવર્સિટીમાં તાલીમ મેળવીને ખેતી સાથે જોડાયા હતાં. હાલ રમેશભાઇ પોતાની જમીનમાં બટાકા, હળદર, સુરણ, આદુની ખેતી કરી રહ્યાં છે અને સારી આવક મેળવી રહ્યા છે. હાલ ખેડૂત હળદરનું મૂલ્યવર્ધન કરીને સારી આવક મેળવી રહ્યા છે.
  • ચાલુ વર્ષે ખેડૂત રમેશભાઇએ મે મહીનામાં 1 વિઘામાં સેલમ હળદરનું વાવેતર કર્યું હતું. તેની પ્રોસેસિંગ કરી દર વર્ષે તેમાંથી પાવડર બનાવી તેનું રિટેલમાં વેચાણ કરે છે અને દર વર્ષે 150 થી 200 કિલો હળદરના પાવડરનું વેચાણ કરતા હોય છે.
  • હળદરનાં પાઉડર બનાવવા માટે બે પદ્ધતિ વાપરે છે. એક કોલ્ડ પ્રોસેસ અને બીજી એને ઉકાળીને સૂકવીને પાવડર બનાવે છે.
  • 1 કિલો હળદર 340 રૂપિયાનાં ભાવે વેચે છે અને આ બધામાં 25 હજારનો ખર્ચ આવ્યો હતો અને સામે ખેડૂતોને 50 હજારની આવક મેળવી હતી. તેમજ સાથે આંતરપાક તરીકે પપૈયાંનું વાવેતર કર્યું હતું.
  • તેમાથી પણ 60 હજાર જેટલો નફો મળ્યો હતો. એક વિઘા હળદરના વાવેતરમાંથી ખેડૂત વાર્ષિક 3000 થી 3500 કિલો હળદરનું ઉત્પાદન લે છે. જેમાં 25000 ખર્ચો વિઘાના વાવેતરમાં પડતો હોય છે. એક વિઘામાંથી એકથી સવા લાખ રૂપિયાની આવક મળે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.