પીએમ મોદીએ મન કી બાતમાં રમઝાનના પવિત્ર મહિનાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
પીએમ મોદીએ આજે મન કી બાતમાં કહ્યુ હતુ કે, રમઝાનનો પવિત્ર મહિનો શરુ થઈ ગયો છે. કોઈએ વિચાર્યુ નહી હોય કે, રમઝાનમાં આટલી મોટી મુસિબત આવશે પણ જ્યારે વિશ્વમાં કોરોના વાઈરસની મુસિબત છે જ ત્યારે આપણે સેવાભાવનુ ઉદાહરણ રજુ કરવાનુ છે.આપણે પહેલા કરતા વધારે ઈબાદત કરીએ કે જેથી ઈદ પહેલા આ બીમારી ખતમ થઈ જાય અને ધૂમધામથી ઈદ મનાવી શકાય.
આ પહેલા મોદીએ આજે અખાત્રીજનો પણ ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, આજના દિવસે પાંડવોને અક્ષયપાત્ર પ્રાપ્ત થયુ હતુ.જેમાં ક્યારેય ભોજન ખતમ નહોતુ થતુ. ખેડૂતો પણ એ જ વિચારીને મહેનત કરતા હોય છે કે, કોઈની પાસે ભોજન ઓછુ ના થાય. આજના દિવસે આપણે પર્યાવરણ, જંગલ અને નદીઓ અંગે પણ વિચારવાની જરૂર છે. જો તે જીવતા હશે તો આપણે જીવતા રહીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.