ભારે વિવાદો પછી અયોધ્યામાં, રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ઝડપથી, રામલલાના દર્શન કરવા માટે આતુર છે લાખો લોકો

ભારે વિવાદો પછી અયોધ્યામાં  રામ મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે અને રામલલાના દર્શન કરવા માટે લાખો લોકો આતુર છે.મંદિર નિર્માણ માટે કરોડો રૂપિયાનું ફંડ પણ ભેગું થયું છે. હવે મંદિરના પાયાના ખોદકામ વખતે નિકળી રહેલી માટી ભકતોને અને સાધુ સંતોને પ્રસાદ રૂપે ભેટમાં આપવામાં આવી રહી છે.

રામલલાના ભકતોને ગર્ભ ગૃહની પવિત્ર માટી આપવામાં આવી રહી છે. શ્રી રામજન્મ ભૂમિ મંદિરના દર્શન કરવા આવતા શ્રધ્ધાળુઓને હવે ગર્ભ ગૃહની માટી પ્રસાદના રૂપમાં આપવામાં આવી રહી છે.

ટ્રસ્ટનું કહેવું છે કે ગર્ભ ગૃહની માટી સાથે બધાને જ સ્નેહ છે. સાધું સંતો સહીત દરેકને આ માટી માટે શ્રધ્ધા છે. એટલા માટે બહારથી અલગ અલગ મઠ મંદિરોમાં સાધુ સંત અથવા સામાન્ય લોકો આવે છે તેમના માટે માટી ઉપલબ્ધ કરવામાં આવી છે.

રામ મંદિરના બુનિયાદી ફાઉન્ડેશનનું કામ પુરુ થયા પછી ખોદવામાં આવેલી માટીને ફરી તિરાડ પુરવાના ઉપયોગમાં લેવામાં આવશે એટલે માટીની માત્રા સીમિત છે. એક વખત તિરાડ પુરવાના કામમાં મોટીનો ઉપયોગ થઇ જશે પછી શ્રધ્ધાળુંઓને નહીં મળી શકે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.