“આ ખૂબ જ અર્થહિન છે કે હેલિકોપ્ટર એક પુષ્પક વિમાન છે. ત્રણ મૉડલ મેકઅપ કરીને રામ, લક્ષ્મણ અને સીતા બની જાય છે, પછી લોકો તેમની પૂજા કરે છે” : પ્રકાશ રાજ
પોતાના વિવાદિત નિવેદનોના કારણે ચર્ચામાં રહેતા જાણીતા એક્ટર પ્રકાશ રાજની મુશ્કેલીઓ વધી. તેમણે રામલીલાની તુલના ચાઇલ્ડ પૉર્નથી કરી. અને સાથે જ કહ્યું કે રામલીલાના કારણે અલ્પસંખ્યકોમાં ડરનો માહોલ ઊભો થાય છે. તે પછી સુપ્રીમ કોર્ટના 5 વકીલોને તેમની વિરુદ્ધ ફરિયાદ કરી છે. પ્રકાશ રાજ સામે દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં હિંદુ ધાર્મિક ભાવનાઓને દુભાવાનો આરોપ છે. આ ફરિયાદ સુપ્રીમ કોર્ટના વકીલ કુલદીપ રાય, વરુણ મિશ્રા, જુગલ કિશોર ગુપ્તા, અભિનવ અને રુમા પાઠકે કરી છે.
પ્રકાશ રાજ કહ્યું કે “આ ખૂબ જ અર્થહિન છે કે હેલિકોપ્ટર એક પુષ્પક વિમાન છે. ત્રણ મૉડલ મેકઅપ કરીને રામ, લક્ષ્મણ અને સીતા બની જાય છે, પછી લોકો તેની પૂજા કરે છે. આ દેશમાં આ બધુ ના દેખાડવું જોઇએ. આ વાહિયાત છે” આ પર શોના એન્કરે કહ્યું કે લોકો આ પર વોટ આપે છે. લોકોની તેમા કોઇ વાંધો નથી.
તો પ્રકાર રાજે કહ્યું કે લોકો વોટ આપે છે તો છોડી દે, પછી તો જે લોકો ચાઇલ્ડ પૉર્ન દેખે છે તેમણે પણ આમ કરવાનું છોડી દેવું જોઇએ. જે પર એન્કરે કહ્યું કે તમે રામલીલાનું મંચનને ચાઇલ્ડ પૉર્ન સાથે કેવી રીતે તુલના કરી શકો છો? આ પર પ્રકાશ રાજે કહ્યું કે રામલીલા જેવો કાર્યક્રમ આપણા સમાજ માટે ઠીક નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.