રામ મંદિરમાં દાન કરનારા માટે ઈન્ક્મટેક્સમાં રાહત

અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં દાન કરનારા માટે ઈનકમ ટેક્સમાં છૂટ આપવામાં આવશે. આ છૂટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં દાન આપવાથી મળશે.

મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવાયું છે અને ટ્રસ્ટની મદદથી તમામ દાન લેવાઈ રહ્યા છે. નાણાંકીય વર્શ 2020-21માટે સરકારે અહીં ડોનેશન આપનારાને ટેક્સમાંથી છૂટ આપવાનું નક્કી કર્યું છે.

આ ટ્રસ્ટમાં દાન કરનારાને માટે 50 ટકા સુધીનું ટેક્સ ડિડક્શન આપવામાં આવશે. ટ્રસ્ટની આવકને પહેલાંથી જ ઈનકમ ટેક્સ એક્ટના સેક્શન 11 અને 12ના આધારે છૂટ આપવામાં આવી છે. આ છૂટ અન્ય નક્કી ધાર્મિક ટ્રસ્ટોના જેવી જ છે.

દાન આપનારા માટે વ્યક્તિએ રસીદ લેવી ફરજિયાત રહેશે. આ રસીદમાં ટ્રસ્ટનું નામ, સરનામું, પાન નંબર, દાન આપનારનું નામ, દાનની રકમ હોવી જરૂરી છે.

નાણામંત્રાલય અનુસાર આ નિયમ ઈનકમ ટેક્સ નિયમ 1961ની કલમ 80 જીના આધારે અપાશે. આ નિયમમાં કોઈ પણ વ્યક્તિ, એચયૂએફ કે કંપની કોઈ ફંડ કે ચેરિટેબલ સંસ્થાને આપવામાં આવેલા દાન પર ટેક્સ છૂટ લઈ શકે છે. દાન કરવામાં શરતોનું ધ્યાન રાખવાનું રહેશે. આ યોગદાન ચેક, કેશ બંને રીતે કરી શકાશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.