રામ મંદિર શિલાન્યાસનુ લાઈવ ટેલિકાસ્ટ જોવા કામમાંથી છૂટ આપવામાં આવે, ભાજપની માંગણી

અયોધ્યામાં રામ મંદિરના શિલાન્યાસનો સમારોહ 5 ઓગસ્ટે યોજાવાનો છે.જેનુ લાઈવ પ્રસારણ પણ કરવામાં આવનાર છે.

દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપે સીએમ ઉધ્ધવ ઠાકરેને એક પત્ર લખીને માંગ કરી છે કે, જે ભાવિકો આ સમારોહ લાઈવ જોવા માંગતા હોય તેમને આ સમય માટે કામ કરવામાંથી છૂટ આપવામાં આવે.

ભાજપે પત્રમાં કહ્યુ છે કે, જે રીતે બીજા ધર્મના લોકોને તેમની પ્રાર્થન માટે વિશેષ છુટ આપવામાં આવે છે તે જ રીતે ભૂમિ પૂજન નિહાળવા માટે રામ ભક્તોને પણ વિશેષ પરવાનગી આપવામાં આવે.મહારાષ્ટ્રના દરેક ગામ, જિલ્લામાં લાખો લોકો આ કાર્યક્રમ ટીવી પર જોશે,આ દરમિયાન વીજ પૂરવઠો ખોરવાય નહી તે માટે મહારાષ્ટ્ર સરકારે વ્યવસ્થા કરવી જોઈએ.

પત્રમાં કહેવાયુ છે કે, કોરાનાના કારણે લાખો ભાવિકો આ સમારોહમાં ભાગ લેવા માટે અયોધ્યા જઈ શકે તેમ નથી.તેવા સંજોગોમાં આ ઐતહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે ટીવીનુ ટેલિકાસ્ટ જ સહારો છે.લોકોની લાગણીનુ સરકારે સન્માન કરવુ જોઈએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.