અયોધ્યામાં રામ મંદિરના ટ્રસ્ટના નિર્માણ સાથે જ મહાવીર મંદિર ટ્રસ્ટના સચિવ કિશોર કૃણાલ 2 કરોડ રૂપિયાનો ચેક લઈ અયોધ્યા પહોંચી ગયા છે. કિશોર કૃણાલે કહ્યું હતું કે, મંદિર બનવામાં સમય લાગશે પરંતુ પહેલા ગર્ભગૃહનું નિર્માણ થઇ જવું જોઇએ જેથી લાંબા સમયથી ટેન્ટમાં રહેતા ભગવાન રામને અહીં સ્થાપિત કરી શકાય. આ સિવાય કિશોર કૃણાલે કહ્યું હતું કે, જો તેના માટે મંજૂરી મળશે તો મહાવીર મંદિર ટ્રસ્ટ કોઇ પાસે 1 રૂપિયાનું પણ દાન લીધા વિના ગર્ભગૃહનો અંદરનો ભાગ સોનાનો બનાવડાવી દેશે.
કિશોર કૃણાલ કહે છે કે ‘હું 2 કરોડ રૂપિયાનો ચેક લઇને પટના પહોચી ગયો છું. બાકી અમારે કુલ 10 કરોડ રૂપિયા આપવાના છે. જેમ જેમ મંદિર બનતું જશે અમે એ રીતે રકમ આપતા રહીશું. અમે એમ કહ્યું હતું કે ટ્રસ્ટની જાહેરાત સાથે જ્યારે અકાઉન્ટ ખુલશે ત્યારે સૌથી પહેલા 2 કરોડ રૂપિયા આપીશું. જો વિશ્વ હિન્દુ પરિષદના મોડલ પર મંદિરનું નિર્માણ થશે તો ઓછો સમય લાગશે, અમે નિર્માણ અનુસાર પૈસા આપતા રહીશું. હા ગગનસ્પર્શી મંદિર બનાવવા વધારે સમય લાગશે તો અમે એ રીતે દર વર્ષે પૈસા આપીશું. અમે વર્ષ 2016માં રામ મંદિરના નિર્માણ માટે 10 કરોડ રૂપિયા કાઢી રાખ્યા હતા.
કિશોર કૃણાલે કહ્યું હતું કે, અહીં રામ રસોઇ ચલાવવામાં આવી રહી છે. તેમાં દરરોજ દોઢ બે હજાર લોકોને જમાડવામાં આવે છે. અમારું એટલું જ કહેવું છે કે, ત્રેતાયુગમાં ભગવાન રામ 14 વર્ષ સુધી વનવાસ રહ્યા. કલયુગમાં ભગવાન લાંબા સમય સુધી ટેન્ટમાં રહ્યાં હવે તેમનું ગર્ભગૃહ તરત જ બનાવવામાં આવે. ગર્ભગૃહ બનાવવાના ત્રણ ઉપાય છે. પહેલું VHPનું મોડલ છે, બીજુ અમારી પાસે ઘણાં સારા સારા મોડલ છે. અમે તેને શેર કરી શકીએ છીએ. બાકી કસોટી પથ્થરના રૂપમાં અમારી પાસે થોડા પ્રમાણ છે જે ઇસ. 1130 અયોધ્યાના ગવર્નર અનય ચંદ્રએ રામ મંદિર બનાવ્યું હતું. તેમનું ગર્ભગૃહ કસોટી પથ્થરનું હતું. કંઇક એવી જ રીતે ગર્ભગૃહ બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.