– આવકવેરા અધિનિયમની કલમ 80 જી હેઠળ દાન આપનારને ટેક્ષમાં રાહત આપવામાં આવી
કેન્દ્ર સરકારે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે બનાવેલા ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટ’ને દાન આપનારને ઇન્કમ ટેક્ષમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રિય વિત્ત મંત્રાલયે શુક્રવાર સાંજે એક નોટિફિકેશન જાહેર કર્યુ છે. સેન્ટ્રલ બૉર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્ષ દ્વારા રામ મંદિર ટ્રસ્ટને દાન આપનારને ઇન્કમ ટેક્ષની કલમ 80 જી હેઠળ રાહત આપવામાં આવી છે. કેન્દ્રીય નાણાં મંત્રાલયે ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ’ને ઐતિહાસિક રીતે મહત્ત્વનું સ્થાન અને સાર્વજનિક પૂજા માટેના સ્થળની લિસ્ટમાં સામેલ કર્યુ છે. દાન કરનારાઓને નાણાંકિય વર્ષ 2020-21 થી ટેક્ષમાં છૂટ મળશે.
આવકવેરા અધિનિયમની કલમ 80 જી હેઠળ કોઇ પણ સામાજિક, રાજકીય અને જાહેર હિતની સંસ્થાઓ સહિત સરકારી રાહત ભંડોળમાં આપવામાં આવેલ દાન પર ટેક્ષ ભરવાથી છૂટ લેવાનો અધિકાર મળે છે. પરંતુ ટેક્ષમાં મળતી આ છૂટ દરેક દાન પર એક જેવી નથી હોતી પરંતુ કેટલીક શરત અને નિયમોને આધારે મળે છે.
ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ગત વર્ષે 9 નવેમ્બરે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદમાં ઐતિહાસિક નિર્ણય આપતા વિવાદાસ્પદ 67 એકર ભૂમિ હિન્દૂ પક્ષને સોંપી દીધી હતી. જ્યારે સરકારને મસ્જિદ નિર્માણ માટે મુસ્લિમ પક્ષને અયોધ્યામાં જ કોઇ મહત્ત્વપૂર્ણ સ્થળ પર 5 એકર ભૂમિ ફાળવાવ માટેનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ સાથે જ કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર મંદિર નિર્માણ માટે ટ્ર્સ્ટની રચના કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારે 8 ફેબ્રુઆરીએ ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્ર્સ્ટ’ની રચના કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.