અયોધ્યા કેસમાં દાખલ કરવામાં આવેલી પૂનર્વિચાર અરજીઓ પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. આ મામલે તમામ પૂનર્વિચાર અરજીઓ ફગાવી દેવામાં આવી છે. બંધ ચેમ્બરમાં પાંચ જજોની બંધારણીય બેંચે 18 અરજીઓ પર સુનાવણી હાથ ધરી હતી અને તે તમામને ફગાવી દીધી હતી.
અરજીઓ પર મેરિટ પર પણ વિચાર કરવામાં આવ્યો હતો. આ અગાઉ નિર્મોહી અખાડા દ્વારા પણ પુનર્વિચાર અરજી દાખલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. નિર્મોહી અખાડાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે, નિર્ણયના એક મહિના બાદ પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેમની ભૂમિકા હજી સુધી સ્પષ્ટ થઈ નથી. કોર્ટ આ મામલે સ્પષ્ટ આદેશ આપે.
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના પાંચ જજોની વિશેષ પીઠ સામે 9 નવેમ્બરે આપવામાં આવેલા પોતાના નિર્ણય પર પુનર્વિચાર માટે કુલ 18 અરજીઓ દાખલ કરી હતી. તેમાં 9 અરજીઓ પક્ષકારો તરફથી જ્યારે 9 અન્ય અરજીકર્તાઓએ દાખલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.