અયોધ્યા જમીન વિવાદ પર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ ટ્વિટરના માધ્યમથી જણાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે અયોધ્યા મુદ્દે પોતાનો ચુકાદો આપી દીધો છે. કોર્ટના આ નિર્ણયનું આપણે સન્માન કરવું જોઇએ તેમજ સદ્દભાવ બનાવી રાખવો જોઇએ. આ સમય ભાઇચાર, વિશ્વાસ અને પ્રેમ બનાવી રાખવાનો છે.
અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વિવાદીત જમીન રામલલાને સોંપી છે. આ સાથે કેન્દ્ર સરકાર ત્રણ મહિનામાં ટ્રસ્ટ બનાવે. આ સાથે મુસ્લિમોને અયોધ્યામાં અન્ય સ્થળે 5 એકર જમીન ફાળવવાનો આદેશ કર્યો છે. દેશના સૌથી અત્યાર સુધી રહેલા ચર્ચાસ્પદ તેમજ સંવેદનશીલ અયોધ્યા રામ મંદિર કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે.
અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાનું કોંગ્રેસ પાર્ટીએ સ્વાગત કર્યું છે. પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી રામ મંદિરની પક્ષઘર છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી રામ મંદિરના દ્વાર ખુલી ગયા છે, જ્યારે બીજી તરફ આ મામલે સતત રાજકારણ કરી સત્તા મેળવવાનો પ્રયત્ન કરી રહેલ ભાજપ જેવા રાજકીય પક્ષોના હંમેશા માટે દરવાજા બંધ થઇ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.