કેવડિયા ખાતે 9મી ફેબ્રુઆરીએ મોડી સાંજે અયોધ્યાના રામ મંદિરનો ચુકાદો આપનાર રિટાયર્ડ ચીફ જસ્ટિસ રંજન ગોગાઈ પોતાના પરિવાર સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યા હતા. તેઓએ પોતાના પરિવાર સાથે ક્રેક્ટર્સ ગાર્ડન, બટર ફ્લાઈ ગાર્ડનની પણ મુલાકાત લીધી હતી.તેઓની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ વહીવટદાર નિલેશ દુબે, નર્મદા જિલ્લા પોલીસ સ્ટાફ સહિત જિલ્લાના અન્ય અધિકારીઓ જોડાયા હતા.
રામ મંદિર મુદ્દે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આપ્યા બાદ વયમર્યાદાના કારણે નિવૃત થયેલ જજ રંજન ગોગાઇ પોતાની પત્ની સાથે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ત્યારબાદ આ પ્રસંગે તેઓએ વિઝીટર બુકમાં લખ્યું હતું કે, મારા જીવનનો આ સૌથી મહત્વનો દિવસ છે. આજે આ દિવસે મને પ્રેરણા મળે છે કે મેં નિવૃત થયા બાદ પણ ઉત્તમ દેશસેવા કરું. સરદાર પટેલે જે કાર્ય કર્યું, તેનાથી ભારતને મહાન બનાવ્યું. અને સરદારની પ્રતિમા એકતાના પ્રતિક સાચા અર્થમાં છે. હું આશ્વથ છું કે દરેક પ્રવાસીઓ આ મહાન જગ્યાની મુલાકાત બાદ આ જ વિચારશે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ થયું અને ઇતિહાસ જે બતાવ્યો છે અહીંયા તે સાચા અર્થમાં ગુજરાત રાજ્યની મોટી ઉપલબ્ધી છે. હું ગુજરાત રાજયને શુભેચ્છા આપું છું અને અભિનંદન આપું છું. તેમ શુભેચ્છા સંદેશમાં લખ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.