રામ મંદિર નિર્માણ સામે સુપ્રીમ કોર્ટમાં વધુ એક ક્યુરેટિવ પિટિશન

સુપ્રીમ કોર્ટે રામ મંદિર અંગે આપેલા ચુકાદા બાદ અયોધ્યામાં મંદિર નિર્માણ માટેની તૈયારીઓ ચાલી રીહ છે ત્યારે હવે પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડિયા નામના સંગઠને સુપ્રીમ કોર્ટમાં મંદિરના બાંધકામ પર રોક લગાવવા માટે માંગઈ કરતી પિટિશન કરી છે.

આ પિટિશનમાં કહેવામાં આવ્યુ છે કે, જ્યારે રામ જન્મભૂમિનો કેસ ચાલ્યો ત્યારે મુસ્લિમ પક્ષ વતી સંગઠન પક્ષકાર નહોતુ. આથી સુપ્રીમ કોર્ટના ચુકાદાના કારણે અમારુ હિત પ્રભાવિત થયુ છે.

પિટિશનમાં સંગઠને માંગ કરી છે કે, ખુલ્લી કોર્ટમાં આ કેસની સુનાવણી કરવામાં આવે. સાથે સાથે સુપ્રીમ કોર્ટ નવ નવેમ્બર, 2019ના એ ચુકાદા પર પણ રોક લગાવે જેમાં વિવાદિત જમીન પર મંદિર બનાવવા માટે આદેશ આપવામાં આવ્યો હતો.

સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી આ બીજી ક્યુરેટિવ પિટિશન છે. આ પહેલા એક પિટિશન યુપીની પીસ પાર્ટી નામના સંગઠને દાખલ કરેલી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.