જમીન ખરીદમાં કથિત ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરી રહેલા રામ મંદિર ટ્ર્સ્ટના મંગળવારે આ સંબંધમાં રિપોર્ટ કેન્દ્ર સરકાર તથા આરએસએસને સોંપ્યો. ઉલ્લેખનીય છે કે સપા અને આપના આરોપોના કેન્દ્ર સરકારે જમીન ખરીદ મામલામાં ટ્રસ્ટ પાસે રિપોર્ટ માંગ્યો હતો.
રિપોર્ટમાં સંબંધિત જમીનની આસપાસની જમીનની વર્તમાન કિંમતની પણ જાણકારી આપવામાં આવી છે. આ ઉપરાંત કરારની એક એક જાણકારી આપવામાં આવી છે. ટ્રસ્ટે આને વિપક્ષનું ષડયંત્ર ગણાવતા કહ્યું છે કે ઉત્તર પ્રદેશમાં કેટલા મહિના બાદ થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણીના કારણે આ મુદ્દાને વેગ આપવામાં આવી રહ્યો છે.
સંપૂર્ણ પ્રયાસ છે કે આ રાજનીતિક મુદ્દા બનવાથી રોકી શકાય. ભાજપ પણ માની રહી છે કે આ સંપૂર્ણ મામલાને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યો છે. વિધાનસભા ચૂંટણીના કારણે વિપક્ષે આને મોટો મુદ્દો બનાવવાનો પ્રયાસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.