રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવા પહોંચ્યો ધોની, રાત્રિભોજનમાં સહપરિવાર થયો સામેલ

ધોનીએ પહેલા વેસ્ટઇન્ડિઝ પ્રવાસ પર જવા માટે ના પાડી દીધી હતી. ત્યારબાદ ધોની આર્મીની ટ્રેનિંગ પર 15 દિવસ માટે કાશ્મીર ચાલ્યો ગયો હતો. 15 ઓગસ્ટે પરત ફર્યા બાદ જ્યારે એને દક્ષિણ આફ્રિકાની સાથે ટી20 સીરિઝમાં રમવા ધોનીએ પોતાને અનુપલબ્ધ જણાવ્યો હતો. એવામાં હવે ધોની રવિવારે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા પહોંચ્યો.

આઇસીસી વર્લ્ડ કપ 2019 બાદથી ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર ચાલી રહેલ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સતત ચર્ચામાં બનેલો છે. થોડાક દિવસો પહેલા એને ઝારખંડ રાજ્ય ક્રિકેટ સંઘના સ્ટેડિયમમાં બિલિયર્ડ્સ રમતો જોવા મળ્યો હતો. હવે રવિવારે એ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા પહોંચ્યો હતો.

વાસ્તવમાં રાષ્ટ્રપતિ કોવિંદ પોતાના 3 દિવસના ઝારખંડ પ્રવાસ પર છે. એમની સાથે રાષ્ટ્રની પ્રથમ મહિલા સવિતા કોવિંદ પણ મોજૂદ છે, પરંતુ ભારે વરસાદના કારણે મહામહિમનો ગુમલા અને દેવઘરનો કાર્યક્રમ રદ થઇ ગયો, ત્યારબાદ રાજભવનમાં એક નાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, આ રાત્રિભોજનમાં ક્રિકેટ સ્ટાર મહેન્દ્ર સિંહ ધોનીનો પરિવાર પણ સામેલ હતો. રાજ્યપાલ દ્રોપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ માટે રાજભવનમાં સાદા ભોજનની વ્યવસ્થા કરાવાઇ.

ધોની અને પત્ની સાક્ષી પોતાની પુત્રી જીવાની સાથે રાષ્ટ્રપતિને મળ્યો. આ ઉપરાંત આઇઆઇએમ રાંચીના નિદેશક એસકે સિંહ, મુખ્યમંત્રીના પ્રધાન સચિવ સુનીલ વર્ણવાલ અને વિનય સરાવગી રાષ્ટ્રપતિને મળનાર લોકોમાં પ્રમુખ રહ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.