રમઝાનના પવિત્ર મહિનામાં લોકો,એકબીજાને રમઝાન મુબારક, રમઝાન કરીબ બોલીને, કરે છે અભિવાદન

રમઝાનના પવિત્ર મહિનામાં લોકો એકબીજાને રમઝાન મુબારક અથવા રમઝાન કરીબ બોલીને અભિવાદન કરે છે. જ્યારે અમુક દેશોમાં રમઝાન દરમિયાન રેસ્ટોરન્ટ બંધ કરી દેવામાં આવે છે. તેમાં દુબઈ પણ સામેલ છે, જ્યાં રમઝાન દરમિયાન રેસ્ટોરન્ટ પર પડદો નાંખી દેવામાં આવે છે.

દુબઈમાં હવે રમઝાન દરમિયાન પણ રેસ્ટોરન્ટ પડદાંમાં ઢંકાયેલી રહેશે નહીં. મતલબ કે બહાર ખાવાનું પસંદ કરતા લોકો માટે આ એક રાહતના સમાચાર કહી શકાય. અસલમાં દુબઈમાં ઘણા લાંબા સમયથી ચાલી આવેલી આ અનિવાર્યતાને ખતમ કરવાની દિશામાં કદમ ઉઠાવવામાં આવ્યો છે, જેમાં રમઝાન દરમિયાન રેસ્ટોરન્ટને દિવસ દરમિયાન પડદાથી ઢાંકી દેવાનું જરૂરી માનવામાં આવતું હતું.

રોઝા રાખી રહેલા લોકોની નજરોથી ખાવાની વસ્તુઓને દૂર રાખવાની કવાયત હેઠળ દુબઈમાં આમ કરવામાં આવતું હતું. જોકે દુબઈના ઈકોનોમિક ડેવલપમેન્ટ વિભાગે 11 એપ્રિલના રોજ પ્રવાસનને વધારો આપવાના હેતુથી આ પગલાંની જાહેરાત કરી છે. સરકારી સમાચાર એજન્સી ડબલ્યુએએમના કહેવા પ્રમાણે, રેસ્ટોરન્ટ પોતાને ત્યાં પડદાં લગાડ્યા વગર જ ગ્રાહકોને ભોજન પીરસી શકશે.

ખાડીના અરબ દેશોમાં રમઝાન દરમિયાન સાર્વજનિક રીતે ખાવા-પીવા પર દંડ લગાવવામાં આવતો હતો અને આવું કરનારો વ્યક્તિ કાનૂની દાવપેચમાં ફસાતો હતો. જોકે પ્રવાસનને વધારો આપવા માટે દુબઈ ઘણા નિયમો બદલી રહ્યું છે. આ પગલાં પ્રવાસીઓ માટે ઘણા સારા માનવામાં આવી રહ્યા છે.

સંયુક્ત આરબ અમિરાતના સાત શેખોમાંથી એક દુબઈ ગગનચુંબી ઈમારતો, સમુદ્રી તટો, શોપિંગ અને પાર્ટી કરવા ઈચ્છતા લોકો માટે લાંબા સમયથી પસંદગીનું સ્થળ બની રહ્યું છે. જોકે રમઝાન દરમિયાન મુકવામાં આવેલા પ્રતિબંધોને લીધે આ સમય દરમિયાન પર્યટકોની સંખ્યા ઘણી ઓછી જોવા મળતી હતી. કોરોના સંકટમાં અર્થવ્યવસ્થા પર પડેલી અસર સામે લડવા માટે દુબઈએ રમઝાન દરમિયાન પણ રેસ્ટોરન્ટ્સમાં પડદાં ન લગાવવાની પરવાનગી આપી છે. 2016થી દુબઈમાં દિવસમાં દારૂ પીવાના નિયમને પણ ખતમ કરી દેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.