આલિયા અને રણબીરના લગ્નની વિધિઓ આજથી શરુ થઇ ગઈ છે..આજ રોજ મહેદીની વિધિ યોજાઈ..તેમજ મોડી રાત્રે સંગીત સેરેમની રાખવામાં આવી છે. સંગીત ફંક્શન પછી કપૂર અને ભટ્ટ પરિવાર સંયુક્ત રાત્રિભોજન કરશે.અને લગ્ન આ વિધિઓ પહેલા રણબીરના ઘરે ગણેશ પૂજા કરવામાં કરવામાં આવી.. સ્થળ પરથી ફોટા સતત સામે આવી રહ્યા છે
આલિયા-રણબીરની મહેંદી અને સંગીત સેરેમનીના દિવસે ડાયરેક્ટર અયાન મુખર્જીએ ફેન્સને એક ખાસ ભેટ આપી છે. અયાને આલિયા-રણબીરની આગામી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના કેસરિયા તેરા ઇશ્ક હૈ પિયા ગીતનું ટીઝર રિલીઝ કર્યું છે.અને આ ગીતમાં રણબીર આલિયાના પ્રેમમાં ડૂબેલો જોવા મળે છે.
લગ્ન પછી આલિયા-રણબીર પાસે હનીમૂનનો સમય નથી લગ્નની વિધિઓ સાથે આલિયા તેના વ્યવસાયિક જીવન પર પણ ધ્યાન આપવાનું ચાલુ રાખશે. તે જ સમયે રણબીર કપૂર પણ તેના કામની પ્રતિબદ્ધતાઓને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશે.અને એવા અહેવાલો છે કે લગ્ન પછી એક અઠવાડિયામાં આલિયા તેના કામ પર પરત ફરશે. તે 22 થી 31 એપ્રિલ સુધી આઉટડોર શૂટ કરશે.
રણબીર કપૂરે આલિયા ભટ્ટ માટે 8 હીરાની વીંટી બનાવી છે.અને રણબીર કપૂરનો લકી નંબર 8 છે તેથી તેણે આલિયા ભટ્ટને ખાસ ગિફ્ટ આપવાનું વિચાર્યું છે.
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ છે. 13 એપ્રિલે કપૂર પરિવાર વાસ્તુમાં રણબીરના બાંદ્રા સ્થિત ઘરે ગણેશ પૂજામાં જોવા મળ્યો હતો. રણબીરની માતા નીતુ કપૂર, કાકી રીમા જૈન, બહેન રિદ્ધિમા કપૂર સાહની, રણબીરની ભત્રીજી સમારા, રિતુ નંદા જોવા મળી હતી. અને આ દરમિયાન નીતુએ પણ હાથ જોડીને પાપારાઝીનું અભિવાદન કર્યું હતું. નીતુના ચહેરા પર મોટું સ્મિત અને તેના પુત્રના લગ્નની ખુશી સ્પષ્ટ દેખાતી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.