રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચનની ફિલ્મ બ્રહ્માશ્ત્ર મુશ્કેલીમાં આવી ગઇ છે. કહેવાય છે કે, ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક વચ્ચે મનદુઃખ થયું છે.
મળેલા રિપોર્ટને સાચો માનીએ તો, બ્રહ્માશ્ત્રની લંબાઇને લઇને વિવાદ થયો છે. આ ફિલ્મને ફોક્સ સ્ટાર સ્ટુડીયો અને ડિઝની રિલીઝ કરી રહ્યા છે. તેમણે ફિલ્મની લંબાઇને લઇને પ્રશ્રાર્થ ઊભા કર્યા છે. ફિલ્મનું દિગ્દર્શન અયાન મુખર્જીનું છે.
એક ન્યૂઝ પોર્ટલના રિપોર્ટના અનુસાર ફિલ્મ બ્રહ્માશ્ત્રને લઇને વિવાદ થઇ ગયો છે. ફિલ્મ મેકર્સે દિગ્દર્શકેને ફિલ્મને થોડી ટૂંકી કરવાની સલાહ આપી છે. આ ફિલ્મ બહુ લાંબી હોવાથી દર્શકો કંટાળી જશે તેવું નિર્માતાને લાગી રહ્યું છે. તેથી તેણે ૨૩-૩૦ મિનીટ રન ટાઇમ ઓછો કરવાની સૂચના આપી છે.દિગ્દર્શક અયાન મુખર્જીની દલીલ એ છે કે, આ ફિલ્મ પર કોઇ હિસાબે કાતર ફેરવી શકાય એમ નથી. તેના દરેક દ્રશ્ય મહત્વના છે તેમજ ફિલ્મની વાર્તાને આગળ વધારે છે. હવે ફિલ્મનું બાકી રહેલું શૂટિંગ કઇ રીતે પુરુ કરવામાં આવશે એ અંગે મસમોટા પ્રશ્ર છે.
નિર્માતાની દલીલ છે કે, કોઇ દર્શકને ત્રણ કલાક લાંબી ફિલ્મ જોવાનું પસંદ નહીં આવે. ઉપરાંત ફિલ્મની લંબાઇ જેટલી વધુ હોય તેટલી ઓછી સ્ક્રીન મળે તેથી બોક્સ ઓફિસ પર ખોટ સહન કરવી પડી. પરંતુ અયાન એક જ વાત કરી રહ્યો છે કે જે દ્રશ્યને દૂર કરવાની વાત થઇ રહી છે તેમ કરવાથી ફિલ્મ ખરાબ થવાની શક્યતા છે. હવે આ વિવાદ ક્યાં અટકે છે એ તો સમય જ જણાવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.