રણવીર કપૂર અને આલિયા ભટ્ટ પહોંચ્યા જોધપુર, શું જલ્દી વાગવા જઈ રહી છે શરણાઈ..

રણવીર કપૂર અને આલિયા ભટ્ટ ખૂબ સમયથી રિલેશનશિપમાં છે. બંનેનું રિલેશન હવે કોઈનાથી છુપાયેલ નથી. બંને સાથે ફેમિલી ફંકશન અને વેકેશન પર જાય છે.

પરંતુ રવિવારે આલિયા અને રણવીર જોધપુરમાં સ્પોટ કરવામાં આવ્યાં છે. બંનેની ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ ફોટોનાં વાયરલ થવાનાં સાથે કહેવામાં આવી રહયું છે કે રણબીર અને આલિયા પોતનું વેંડિગ વેન્યુ જોવા માટે આવ્યાં હતાં.

એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આલિયા રણબીર કપૂરનો જન્મદિવસ અહીં ઉજવી શકે છે. ખરેખર, 28 સપ્ટેમ્બર રણબીરનો જન્મદિવસ છે, તેથી શક્ય છે કે તે બંને અહીં એકબીજા સાથે ક્વોલિટી સમય પસાર કરે.

આલિયા તાજેતરમાં જ તેના નવા ઘરનું કામ જોવા મુંબઈ આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્ન બાદ આલિયા રણબીર સાથે ત્યાં રહી શકે છે. તમને જણાવી દઈએ કે રણબીર અને આલિયા ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં સાથે જોવા મળવાના છે. આ ફિલ્મ દ્વારા બંને પહેલીવાર મોટા પડદા પર સાથે જોવા મળશે.

https://www.youtube.com/watch?v=I9oZFbx6mYo

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.