5 જાન્યુઆરીએ દીપિકાનો 35મો જન્મદિવસ હતો ત્યારે પતિ રણવીર સિંહે તેને પંપાળવામાં કશું જ બાકી નહોતું રાખ્યું. મંગળવારે કપલ મુંબઈના બાંદ્રા વિસ્તારમાં બ્રંચ માટે પહોંચ્યું હતું. જે બાદ સાંજે દીપિકાએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના નજીકના મિત્રો અને પરિવારજનો સાથે બર્થ ડે સેલિબ્રેટ કરી હતી. દીપિકાની બર્થ ડે પર પતિ રણવીરે ખાસ તસવીર પોસ્ટ કરીને તેને ‘બીવી નંબર વન’ ગણાવી હતી.
બ્લેક આઉફિટમાં દીપિકા ખૂબ જ સુંદર લાગતી હતી. જ્યારે રણવીર સિંહે વ્હાઈટ શર્ટ અને તેની ઉપર બ્લેક ટી-શર્ટ અને માથે બ્રાઉન કેપ જોવા મળે છે. તસવીરમાં રણવીર પોતાની બર્થ ડે ગર્લને કિસ કરતો જોવા મળી રહ્યો છે.
પોતાના 35મા બર્થ ડે પર દીપિકાએ ખાસ વિડીયો શેર કરીને શુભેચ્છાઓ માટે સૌનો આભાર માન્યો હતો. વિડીયોમાં દીપિકાના બાળપણથી લઈને સ્કૂલ અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂથી માંડીને રણવીર સિંહ સાથે લગ્ન કરવા સુધીની તસવીરો જોવા મળે છે. આ ઉપરાંત તેની યાદગાર ફિલ્મો અને તેણે મેળવેલી ઉપલબ્ધિઓની ઝલક પણ વિડીયોમાં દેખાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.