હાલમાં જ રણવીર સિંહે પોતાના ઈંસ્ટાગ્રામ પર આ ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તે મહેશ સાથે દેખાઈ રહ્યો છે. ફોટો શેર કરતા રણવીરે લખ્યુ છે કે, ટૂંક સમયમાં જ તે મહેશ બાબૂ સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યો છે.
રણવીર સિંહે જે ફોટો શેર કર્યો છે, તે એક શૂટ દરમિયાનનો છે. આ ફોટોમાં બંને એક્ટર પોતાના ગેટઅપમાં દેખાઈ રહ્યા છે. આ ફોટોને પોસ્ટ કરતા રણવીરે મહેશ બાબૂના વખાણ કરતા તેને ફાઈનેસ્ટ જેંટલમેન બતાવ્યો છે.
રણવીર સિંહે ફોટો શેર કરતા લખ્યુ છે કે, એક શાનદાર જેંટલમેન, જેની સાથે કામ કરવાનો મનો મોકો મળ્યો. અમારી વાતચીત હંમેશા સારી રહી છે. પ્યાર અને ખૂબ સન્માન મોટા ભાઈ મહેશ બાબૂજીને. રણવીર સિંહનો આ ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.