પહેલા હાથરસ અને હવે બલરામપુરમાં દલિત યુવતી પર રેપ અને પછી હત્યાની ઉપરા છાપરી ઘટનાઓ બાદ યોગી સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે ત્યારે પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ યોગી સરકારને ઘેરી છે.
રાહુલ ગાંધીએ બલરામપુરમાં પણ રેપની ઘટનાનો ઉલ્લેખ કરીને કહ્યુ હતુ કે, ભાજપ સરકાર સત્યને છુપાવી રહી છે.યુપીના જંગલરાજમાં દિકરીઓ પર અત્યાચાર અને સરકારની દાદાગીરી ચાલી રહી છે.જીવતે જીવ તો હાથરસની પીડિતાને સરકાર સન્માન આપી શકી નહોતી પણ તેના અંતિમ સંસ્કારની ગરિમા પણ આ સરકારે છીનવી લીધી હતી.ભાજપનો નારો બેટી બચાવો , બેટી પઢાવો નથી પણ સત્ય છુપાઓ અને સત્તા બચાઓ છે…
રાહુલ ગાંધી સિવાય પૂર્વ સીએમ અને સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવે પણ યુપી સરકાર પર નિશાન સાધીને કહ્યુ હતુ કે, હાથરસ પિડિતાના પરિવારજનોને તંત્રે દોડાવી-દોડાવીને માર્યા છે પણ જ્યારે ચૂંટણી આવશે ત્યારે જનતા પણ આ સરકારને દોડાવી-દોડાવીને ન્યાયના ઉંબરા સુધી લઈ જશે.ભાજપના કુશાસનના અસલી રંગ પ્રજા જોઈ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.