“તાઉ-તે” માં કોરોના સંક્રમણ ન થાય તે માટે એક વ્યકિતનો રેપિડ ટેસ્ટ કરી સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. – ચુડાસમા

વાવાઝોડાની આગાહી પગલે સરકાર પહેલેથી જ અલર્ટ મોડ પર જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા તમામ દરિયાઇ વિસ્તાર પર જિલ્લા મથકે અલગ અલગ મંત્રીઓને મોકલી જવાબદારી સુપરત કરવામાં આવી છે. ગીર-સોમનાથ જિલ્લાની જવબદારી શિક્ષનમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને સોંપવામાં આવી છે. તેમને દિવ્ય ભાસ્કરે કેટલાક સવાલ કર્યા હતાં, જેમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર બે મોરચે લડી રહી છે, મારા શિરે ગીર-સોમનાથની જવાબદારી છે, કોઈનું મૃત્યુ ન થાય એવો સરકારનો સંકલ્પ છે. કોવિડ સમયે સ્થળાંતર પણ ચિંતાનો વિષય બન્યો છે. આથી સંક્રમણ ન ફેલાય તે માટે અમે એક એક વ્યક્તિનો રેપીડ ટેસ્ટ કરી સુરક્ષિત સ્થળે ખસેડી રહ્યાં છીએ.

વાવાઝોડાને લઇ સરકારની શું તૈયારી છે?

મુખ્યમંત્રીની સૂચના મુજબ, ગીર-સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી સરકારને રિપોર્ટ કરવામાં આવી રહ્યો છે. આજે 10 વાગ્યે કલેકટર કચેરી ખાતે વહીવટી તંત્ર સાથે બેઠક કરી અત્યારસુધીની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનો કર્યાં હતાં.

સ્થળાંતર સમયે કોવિડનો ખતરો કેટલો?

સ્થળાંતર સમયે કોવિડનો ખતરો એ પણ એક ચિંતાનો વિષય છે. શક્ય તેટલા લોકોનો રેપિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે, આથી અન્ય લોકોમાં સંક્રમણ ફેલાય નહિ..

વાયુમાં પણ ભૂપેન્દ્રસિંહને ગીર-સોમનાથની જવાબદારી સોંપી હતી

ઉલ્લેખનીય છે કે 2019માં આવેલા વાયુ વાવાઝોડા વખતે પણ આ વિસ્તારની જવાબદારી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને આપવામાં આવી હતી. જે રીતે લોકો સોમનાથ મહાદેવ પર આસ્થા રાખે છે એ રીતે મંત્રી પણ સોમનાથ દાદા પર આસ્થા રાખી દાદા બધાની રક્ષા કરશે તેવું માની રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.