રેપીસ્ટ HIV પોઝિટિવ હોય તેથી હત્યાના પ્રયાસનો કેસ બને નહીં: દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વનો ચુકાદો

– નીચલી કોર્ટે રેપીસ્ટને 10 વર્ષની જેલ ફટકારી હતી

બળાત્કાર કરનાર વ્યક્તિ HIV પોઝિટિવ હોય તો તેના પર હત્યાનો પ્રયાસ કરનાર એવો ગુનો દાખલ કરી શકાય નહીં એવો મહત્ત્વનો ચુકાદો દિલ્હી હાઇકોર્ટે આપ્યો હતો.

બળાત્કારના એક કેસમાં બળાત્કારી વ્યક્તિ HIV પોઝિટિવ હોવાથી ફરિયાદ પક્ષની હત્યાના પ્રયાસની દલીલ સ્વીકારીને નીચલી કોર્ટે એને દસ વર્ષની જેલની સજા ફટકારી હતી. એ ચુકાદાને ગુનેગારે હાઇકોર્ટમાં પડકાર્યો હતો.

દિલ્હી હાઇકોર્ટે રેપીસ્ટની દલીલ સ્વીકારી હતી કે આ કિસ્સામાં ઇન્ડિયન પીનલ કૉડની હત્યાના પ્રયાસની કલમ 307 લાગુ પાડી શકાય નહીં.

જસ્ટિસ વિભુ બખરુએ પોતાના ચુકાદામાં કહ્યું હતું કે આ કેસમાં આઇપીસીની 307મી કલમ લાગુ પાડી શકાય નહીં. જો પીડિતાએ સેક્સની સહમતિ આપી હોત તો પીડિતા પર આત્મહત્યાના પ્રયાસનો કેસ કરી શકાયો હોત. ટ્રાયલ કોર્ટે એવું અર્થઘટન કર્યું છે કે પીડિતાએ સેક્સ માટે સંમતિ આપી હોત તો સ્વેચ્છાએ HIV પોઝિટિવ થવાની હતી એટલે આઇપીસીની 307મી કલમ લાગુ પડી શકે એટલે કે સ્વસ્થ મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો (આઇપીસીની કલમ 306 ) એવું અર્થઘટન થાય. આ કિસ્સામાં એવું બન્યું નથી. એટલે રેપીસ્ટને આઇપીસીની કલમ 307 લાગુ પાડી શકાય નહીં.

ટ્રાયલ કોર્ટે ઓરમાન પુત્રી પર બળાત્કાર કરનારા પિતાને હત્યાના પ્રયાસ માટે દસ વર્ષ,  પીડિતાની સંમતિ વિના ગર્ભપાત કરાવવા બદલ પાંચ વર્ષ અને વધારાની સજા તરીકે બીજા દસ વર્ષ એમ પચીસ વર્ષની જેલની સજા આરોપીને કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.