કેન્દ્ર સરકાર નવેમ્બર 2021 સુધી ગરીબોને મફત અનાજ આપશે. પીએમ મોદીએ કહ્યું કે ગયા વર્ષે કોરોના સંકટ દરમિયાન દેશના 80 કરોડ લોકોને ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ 8 મહિના માટે મફત રાશન આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આ યોજના મે-જૂન 2021 સુધી લંબાવાઈ.
પીએમ ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવું જરૂરી છે. આ ફોર્મ દ્વારા, સરકારને ખબર પડશે કે તમારી પાસે કેટલી સંપત્તિ છે. આ પછી, જો તમે ગામમાં રહો છો તો તમારે ગ્રામ પંચાયતમાં જવું પડશે અને તમારું નામ નોંધાવવું પડશે. જો તમે શહેરમાં રહો છો તો તમારે પાલિકામાં જવું પડશે અને સંપર્ક કરવો પડશે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં એક પરિવારને 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો ચણા આપવાની જોગવાઈ છે. આ મફત 5 કિલો અનાજ રાશનકાર્ડ પર ઉપલબ્ધ અનાજના હાલના ક્વોટા ઉપરાંતનું છે. યોજના અંતર્ગત અનાજ લેવા માટે તમારે રાશનકાર્ડની જરૂર નથી. આ અંતર્ગત જરૂરીયાતમંદોને માત્ર આધારકાર્ડથી પણ રાશન મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.