રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર, બદલાઈ જશે નિયમ

જો તમે નક્કી સમયમાં રાશન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવી શકતા તો તમને હવે 30 સપ્ટેમ્બર સુધી જ પીડીએસથી અનાજ મળશે. તો તમે ઝડપથી તમારું રાશન કાર્ડ આધાર સાથે લિંક કરાવો તે જરૂરી છે.

જો કે કેન્દ્રીય ઉપભોક્તા, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રાલયે દરેક રાજ્યોને સ્પષ્ટ સૂચના આપી છે કે કોઈ પણ વાસ્તવિક લાભાર્થીને આધાર નંબર ન હોવાના કારણે તેનો અનાજનો કોટા આપવાની મનાઈ કરી શકાશે નહીં. આ સાથે તેમનું નામ પણ રાશન કાર્ડમાંથી હટાવી શકાશે નહીં.

ઓનલાઈન પ્રોસેસથી લિંક કરવા  આધાર લિંકિંગની વેબસાઈટ પર જઈને સ્ટાર્ટ નાઉ પર ક્લિક કરો. આ પછી પોતાના એડ્રેસ સાથેની માહિતી ભરો. બેનિફિટ ટાઈપમાં રાશન કાર્ડનો વિકલ્પ પસંદ કરો. અહીં રાશન કાર્ડમાં આપવામાં આવેલી સ્કીમ પસંદ કરો.

ઓટીપી વેરિફિકેશન બાદ તમારું રાશન કાર્ડ આધાર સાથે લિંક થઈ જશે. ઓફલાઈન માટે તમે તમારા નજીકના પીડીએસ સેન્ટર પર જાઓ. પરિવારના દરેક સભ્યોના આધારકાર્ડનો ફોટો, ઘરના મુખ્ય સભ્યનો પાસપોર્ટ સાઈઝ ફોટો અને રાશન કાર્ડ સાથે રાખો. જો તમારું બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક નથી તો પાસબુકની ફોટો કોપી પણ સાથે રાખો.

આ તમામ ડોક્યૂમેન્ટના આધારની  ફોટો કોપી સાથે પીડીએસ સેન્ટર પર જમા કરો. તમારા ડોક્યુમેન્ટ સ્વીકાર થયા બાદ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર તમને એક મેસેજ મળશે. આધાર કાર્ડ અને રાશન કાર્ડ લિંક થયા પછી પણ તમને મોબાઈલ નંબર પર માહિતી અપાશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.