રાશિ ભવિષ્ય: જાણો કેવો રહેશે તમારો ભાદરવો સુદ બીજનો આજનો દિવસ

તા. 20-08-2020, ગુરુવાર

ભાદરવા સુદ બીજ

વિકમ સંવત: 2076

શાલીવાહન શક સંવત: 1942

નક્ષત્ર: પૂર્વાફાલ્ગુની

યોગ: શિવ

કરણ: બાલવ

મુસ્લીમ તા. 29

પારસી તા.5

દિશાશૂળ: દક્ષિણ દિશામાં પ્રવાસ ના કરવો

રાહુકાળ: 14:22 થી 15:59 સુધી

ચંદ્દરાશિ: સિંહ (મ, ટ)

મેષ: ઉતાવળીયુ પગલું ભરવું નહીં, સાંજના સમયે સારા સમાચારની પ્રાપ્તિ સંભવ, કાર્યક્ષેત્રમાં વ્યસ્તતા વધારે જણાય, ગૃહિણી સંતાનથી લાભ, યુવા વર્ગ અભ્યાસમાં ધ્યાન આપે.

વૃષભ: ખોટા ખર્ચ ટાળવા, કોઇના માટે મનમાં ભાવનાઓ છે તે વ્યક્ત કરી લેવી, કારણ વગરની ચિંતા ન કરવી, ગૃહિણી સુખદાયક દિવસ, યુવા વર્ગ માતાની દરકાર લેવી.

મિથુન: આર્થિક નવી તક સંભવ, દિવસ ધીરજથી પસાર કરવો, ગૃહિણી ભાઇ-બહેનો તરફથી સહકાર મળે, યુવા વર્ગ સાહસથી સફળતાના માર્ગ ખૂલે.

કર્ક: ચિંતાના વાદળો હટતાં જણાય, ઉચ્ચ અભ્યાસમાં સફળતા જણાય, વધારાની આવક ઉભી કરવાના પ્રયત્ન સફળ થતા જણાય, ગૃહિણી પરિવાર માટેનો દિવસ, યુવા વર્ગ આર્થિક લાભ થાય.

સિંહ: અંગત જીવનમાં મતભેદ સર્જાતા જણાય, વાણી ઉપર કાબુ રાખવો, નવી તકનું નિર્માણ થતું જણાય, ગૃહિણી પ્રગતિકારક સમય, યુવા વર્ગ થનગનાટ ભર્યો દિવસ.

કન્યા: અગત્યની બાબતમાં ઉતાવળીયું  પગલું ભરવું નહીં, કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારી સાથે વિવાદ ટાળવો, દિવસભર ઉર્જા સારી રહેશે, ગૃહિણી ઉર્જાવાન દિવસ,યુવા વર્ગ મિત્રો માટેનો દિવસ.

તુલા: પોતાના મનની વાત મુકવામાં વિલંબ કરવો નહીં, નવા સાહસો વિચારીને કરવા, ગૃહિણી માટે લાભદાયક દિવસ, યુવા વર્ગ મિત્રોથી લાભ થાય.

વૃશ્વિક: તમારા કરેલા પ્રયત્નોનું ફળ મળતું જણાય, કૌટુંબીક વિવાદથી અંતર જાળવવું, મનની બેચેની દૂર થતી જણાય, ગૃહિણી વ્યાવસાયિક લાભ થાય, યુવા વર્ગ કારકિર્દીનું આયોજન થાય.

ધન: કાર્યક્ષેત્રમાં કર્મચારીનો સહયોગ સારો મળી શકે છે, સફળતાનો સ્વાદ ચાખવા મળે, પારિવારિક શાંતિ જળવાય રહેશે, ગૃહિણી ભાગ્યશાળી દિવસ, યુવા વર્ગ ધર્મ-પૂજાપાઠમાં દિવસ પસાર થાય.

મકર: રોકાણ કરવામાં ધ્યાન રાખવું હિતાવહ, રોજિંદા કાર્યમાં બદલાવ લાવવાનું મન થાય, દિવસમય સામાન્ય થાકની અનુભુતિ થાય, ગૃહિણી માટે મધ્યમ દિવસ, યુવા વર્ગ આરોગ્યની દરકાર લેવી.

કુંભ: પોતાના રોજિંદા કાર્યોથી કઇક અલહ કરવાનું મન થાય, આવકનું પ્રમાણ વધે, પારિવારિક સુખ ઉત્તમ જણાય, ગૃહિણી કલ્યાણકારક દિવસ.

મીન: ચિંતાના વાદળો હટતાં જણાય, કાર્યને પૂર્ણ કરવામાં ઉતાવળ ના કરવામાં લાભ રહેશે, આર્થિક પ્રશ્નો લાભ આપશે, ગૃહિણી આરોગ્યનું ધ્યાન રાખે, યુવા વર્ગ ખર્ચ ઉપર કાબુ રાખે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.