રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રગીત વખતે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ બેસી રહ્યા, જાણો કારણ

નવી દિલ્હી : બે દિવસના ભારત પ્રવાસે આવેલી જર્મન ચાન્સેલર (German Chancellor) એન્જેલા મર્કેલ (Angela Merkel)નું શુક્રવારે રાષ્ટ્રપતિ ભવનમાં પારંપરિક રીતે સ્વાગત કરવામાં આવ્યું. આ દરમિયાન રાષ્ટ્રગીત (National Anthem) પણ ગાવામાં આવ્યું. પરંતુ એન્જેલા મર્કેલ રાષ્ટ્રગીત દરમિયાન ઊભા ન થતાં ખુરશી પર બેસી રહ્યા. રાષ્ટ્રગીત દરમિયાન તેમના બેસી રહેવા પાછળનું કારણ તેમનું સ્વાસ્થ્ય છે. મૂળે, તેમને કોઈની મદદ વગર વધુ સમય સુધી ઊભા રહેવામાં મુશ્કેલી થાય છે. તેથી જર્મની તરફથી ભારત સરકારને વિનંતી કરવામાં આવી હતી કે તેમને તેની છૂટ આપવામાં આવે. સરકાર તરફથી તેનો સ્વીકાર કરવામાં આવ્યો હતો.

આ પહેલા એન્જેલા મર્કેલનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેઓ ધ્રુજતા દેખાયા હતા. એક કાર્યક્રમ દરમિયાન જર્મન રાષ્ટ્રપતિ ફ્રેંક વૉલ્ટર સ્ટીનમીયર સ્પીચ આપી રહ્યા હતા અને મર્કેલ તેમની બાજુમાં ઉભા હતા. આ સમયે તેઓ સતત 2 મિનિટ સુધી ધ્રૂજતા રહ્યા, તેમની આ હાલત જોઈને એક વ્યક્તિ તેમને પાણી આપવા પણ આવે છે. પરંતુ મર્કેલ તેમને ના પાડી દીધી હતી.

એન્જેલા મર્કેલ ગુરુવાર મોડી સાંજે નવી દિલ્હી પહોંચી હતી. એરપોર્ટ પર રાજ્યમંત્ર જિતેન્દ્રસિંહે તેમનું સ્વાગત કર્યું. થોડીવાર બાદ એન્જેલા મર્કેલ અને પીએમ મોદીની હૈદરાબાદ હાઉસમાં મુલાકાત થશે. આ દરમિયાન બંને દેશોના નેતાઓ વચ્ચે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીતની સાથે લગભગ 20 કરારો પર હસ્તાક્ષર થવાની આશા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.