રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી દિવસોમાં ગુજરાતની મુલાકાતે આવવાના છે. આગામી 24થી 26 નવેમ્બરે દેશભરના વિધાનસભા અધ્યક્ષોની બેઠક કેવડિયા ખાતે મળવાની છે તેમાં તેઓ હાજરી આપશે.
મળતી વિગતો અનુસાર આગામી 26 નવેમ્બરના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સ્પીકર કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ કોન્ફરન્સ લોકસભા સ્પિકરના અધ્યક્ષ સ્થાને યોજાઈ રહી છે અને તેમાં દેશની તમામ વિધાનસભાના અધ્યક્ષો હાજરી આપશે.
આ કોન્ફરન્સમાં ભાગ લેવા અને તેનું અધ્યક્ષ પદ સંભાળવા માટે રાષ્ટ્રપતિ કોવિંદ પણ ગુજરાતની મુલાકાતે આવશે. 25 નવેમ્બરના રોજ મોડી સાંજ સુધીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાત આવશે. જે બાદ 26 નવેમ્બરના સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે. આ સ્પિકર ફોન્ફરન્સમાં હાજરી આપશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળશે. આથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બે દિવસ ગુજરાતના મહેમાન બનવાના છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.