રાષ્ટ્રિય પોલીસ એકેડમીમાં પોતાની તાલીમ પુરી કરનાર નવા આઈપીએસ ઓફિસરોને પીએમ મોદીએ આજે વિડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કર્યુ હતુ.
પીએમે મહિલા પોલીસ અધિકારીઓને અપીલ કરી હતી કે, જમ્મુ કાશ્મીરમાં આતંકવાદને રોકવા માટે સ્થાનિક મહિલાઓ સાથે મળીને યુવાઓને ખોટા રસ્તે જતા રોકે.
તેમણે કહ્યુ હતુ કે, કોરોનાના સંક્રમણ વખતે લોકડાઉન દરમિયાન પોલીસે લોકોને જમાડ્યા હતા અને આ દ્રશ્યો આખા ભારતે જોયા હતા.જેનાથી પોલીસની ઈમેજ બદલાઈ રહી છે.તમે તમારી ફરજ બજાવો ત્યારે જેટલી પણ તકેદારી રાખી શકો તેટલી રાખજો.દરેક વસ્તુને સમજવાનો પ્રયાસ કરજો.તમારે પોલીસ સ્ટેશનનુ કલ્ચર પણ બદલવાની અને તેને સામાજિક વિશ્વાસનુ કેન્દ્ર બનાવવાની જરુર છે.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, પોલીસ અધિકારીઓ સિંઘમવાળી ફિલ્મો જોઈને જો કશું કરવા જાય છે તો કામ બગડી જાય છે અને તેનાથી બીજી ઘણી સારી વસ્તુઓ કરવાની રહી જાય છે.સામાન્ય માનવી સાથે તમારે પ્રેમના સેતુ વડે જોડાવાનુ છે પણ જો ભયનો પ્રભાવ ઉભો કરીને જોડાવા જશો તો તે જોડાણ લાંબો સમય નહીં ટકે.પ્રેમનો સેતુ બનાવશો તો નિવૃત્ત થયા બાદ પણ લોકો તમને યાદ કરશે.
પીએમ મોદીએ આઈપીએસ ઓફિસરોને અંગત જીવનમાં તનાવ ઓછો કરાવ માટે યોગા અને પ્રાણાયામ કરવાની પણ સલાહ આપી હતી.તેમણે કહ્યુ હતુ કે, પ્રાણાયામ અને યોગાના કારણે તમે હંમેશા ખુશમીજાજ રહેશે પણ તનાવ એવી વસ્તુ નથી જેને તમે મેનેજ ના કરી શકો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.