રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં અધ્યક્ષ સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો, ટાયર સળગાવી વિરોધ કર્યો

રાજકોટ : રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાનાં (Karni Sena) અધ્યક્ષ રાજસિંહ શેખાવત (Rajsinh Sekhavat) સામે રાપરની જાહેરસભામાં ઉશ્કેરણીજનક ભાષામાં પ્રવચન કરવા બદલ એટ્રોસિટી (Atrocity) હેઠળ ફરિયાદ નોંધાઇ હતી. જેના કારણે કરણી સેનાએ રાજકોટ હાઇવે પર ટાયરો સળગાવીને વિરોધ દર્શાવ્યો હતો.

કરણી સેનાની માંગ છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ રાજસિંહ શેખાવત સામેથી એટ્રોસિટી પાછી ખેંચવામાં આવે. જે અંગે ગઇકાલે એટલે શુક્રવારે રાતે કરણી સેનાએ રાજકોટ ભાવનગર હાઇવે , રાજકોટ જામનગર હાઇવે , મોરબી હાઇવે પર ટાયર સળગાવીને વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે તેમણે ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો તેઓ આનાથી પણ વધારે જલદ આંદોલન કરશે.

રાજસિંહ શેખાવત સામે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનાં રાપર તાલુકાના મંત્રી રામજીભાઇ પયાણ ભદ્રુએ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું થે કે રાપરમાં એક જાહેરસભાનું આયોજન કર્યું હતું. જેમાં કરણી સેનાનાં અધ્યક્ષ રાજસિંહ શેખાવતે પ્રવચન દરમિયાન ઉશ્કેરણીજનક ભાષણ કર્યું હતું. જે બાદ રાપર પોલીસે IPC 153 કલમ (1)1 A, B, 506 (2) અને એટ્રોસિટી એક્ટની કલમ 3(1) (r)3 (1) (u), 3(2) (5)(a) હેઠળ ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.