ઉત્તર-પૂર્વી દિલ્હીમાં CAAવિરોધ હિંસામાં 13 લોકોના મોત થયા છે. મુસ્તફાબાદ હિંસામાં ઘાયલ ઘણાં લોકોની અલ હિન્દહોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મંગળવારે મોડી રાતે સરકારી અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર્સના એક ગ્રૂપ દ્વારા દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુનાવણી જસ્ટિસ મુરલીધરના ઘરે થઈ હતી. જજની પેનલે પોલીસને આદેશ આપ્યો છે કે, સુરક્ષા સાથે ઘાયલોને અલ હિંદ હોસ્પિટલમાંથી જીટીબી અથવા અન્ય કોઈ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવે. બીજી બાજુ એનએસએ અજીત ડોભાલ મોડી રાતે હિંસા પ્રભાવીત સીલમપુર વિસ્તારની મુલાકાત કરવા ગયા હતા. તેમની સાથે દિલ્હીના નવા સ્પેશિયસ સીપી એનકે.શ્રીવાસ્તવ પણ હાજર રહ્યા હતા.
એક ફોરમે દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરીને કહ્યું હતું કે, મુસ્તફાબાદ હિંસામાં ઘાયલ થયેલા લોકોની યોગ્ય સારવાર અલ હિન્દ હોસ્પિટલમાં શક્ય નથી. તેથી દર્દી અને ડોક્ટર્સને પોલીસ સુરક્ષામાં જીટીબી અથવા અન્ય કોઈ હોસ્પિટલમાં મોકલવા જોઈએ. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, અલ હિન્દ હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ નથી અને ત્યાં અમ્બ્યુલન્સની સુવિધા પણ નથી. ત્યારપછી હાઈકોર્ટે દિલ્હી સરકાર અને પોલીસને આ સંબંધીત આદેશ આપ્યો છે.
મંગળવારે મોડી રાતે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે હિંસા ગ્રસ્ત સીલમપુર વિસ્તારની મુલાકાત લીધી હતી. તેઓ પહેલાં નોર્થ ઈસ્ટ દિલ્હીના ડીસીપી વેદ પ્રકાશ સૂર્યાની ઓફિસ પહોચ્યા હતા. અહીં તેમણે અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી. ત્યારપછી ડોભાલ સીલમપુર રવાના થયા હતા. તેમની સાથે દિલ્હી પોલીસ કમિશ્નર અમૂલ્ય પટનાયક પણ હાજર હતા. NSAએ હિંસામાં મૃત્યુ પામેલા અને ઘાયલ થયેલા લોકો સિવાય અટકાયતમાં લેવામાં આવેલા આરોપીઓ વિશે માહિતી મેળવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.