ચીનને અડેલી બોર્ડર પર ચીની મિસાઈલની તૈનાતીને લઈને કોંગ્રેસે નરેન્દ્ર મોદી સરકાર પર પ્રશ્ન ઉઠાવ્યા છે અને કહ્યુ છે કે ચીને નવો મોર્ચો ખોલી દીધો છે. રાષ્ટ્રીય સુરક્ષાને જોખમ છે અને મોદી સરકાર મૂકદર્શક બની ગઈ છે.
કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મીડિયો રિપોર્ટના હવાલાથી દાવો કર્યો છે કે ચીન ભારતની પૂર્વી સીમા પર ભારત-ભૂટાન-ચીન ટ્રાઈ જંક્શનની પાસે મિસાઈલ તૈનાત કરી રહ્યા છે. આ સિવાય સિક્કિમમાં નાકુ લા નજીક પણ ચીને મિસાઈલ તૈનાત કરી છે. આનાથી રાષ્ટ્રીય સુરક્ષાને ગંભીર જોખમ પેદા થઈ ગયુ છે.
રણદીપ સૂરજેવાલાએ ટ્વીટ કરી કે ચીને નવો મોર્ચો ખોલ્યો, રાષ્ટ્રીય સુરક્ષાને સીધે સીધુ જોખમ, પરંતુ મોદી સરકાર મૂકદર્શક બની ગઈ છે.
1. ડોકા લા માં નવી ચીની મિસાઈલ
2. નાકુ લા માં નવી ચીની મિસાઈલ
3. ભારત-ભૂટાન-ચીન ટ્રાઈ જંક્શન અને સિક્કિમની સામે ચીની મિસાઈલનો જમાવડો
દેશને અંધારામાં કેમ રાખી રહી ભાજપ સરકાર?
ભારત-ભૂટાન-ચીનનું ટ્રાઈ જંક્શન ચર્ચિત ડોકલામ નજીક છે. આ તે જગ્યા છે જ્યાં વર્ષ 2017માં ચીન અને ભારતની સેના કેટલાય દિવસો સુધી સામ-સામે આવી ગઈ હતી. રિપોર્ટ અનુસાર ચીને અહીં મિસાઈલની તૈનાતી કરી છે. આ સિવાય સિક્કિમના નાકુ લા માં પણ ચીને કથિત રીતે મિસાઈલ તૈનાત કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.