રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આજે 151મી જન્મજયંતી, પીએમ મોદીએ રાજઘાટ જઈને આપી શ્રદ્ધાંજલિ

આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવા માટે સવારે રાજઘાટ પહોંચ્યા હતા પ્રધાનમંત્રીએ મહાત્મા ગાંધીને નમન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી, આ દરમિયાન અહીં જયંતીના અવસરે ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

 

 

આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિજય ઘાટ પહોંચીને પૂર્વ પીએમ લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી લાલ બહાદુર શાસ્ત્રીની પણ આજે 116મી જયંતી છે.

 

 

 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ગાંધી જયંતીના અવસરે ટ્વીટ કરીને રાષ્ટ્રપતિને શ્રદ્ધાંજલિ આપી. તેમણે લખ્યું કે ગાંધીજીના અસાધારણ વ્યક્તિત્વ તથા સાધનાપૂર્ણ જીવને વિશ્વને શાંતિ, અહિંસા અને સદભાવનો માર્ગ દેખાડ્યો. તેમણે લખ્યું કે સ્વદેશીના ઉપયોગને વધારવાના તેમના સ્વપ્નને પૂર્ણ કરવા માટે આજે સમગ્ર દેશ મોદીજીના આત્મનિર્ભર ભારતના સંકલ્પની સાથે સ્વદેશી અપનાવી રહ્યો છે. ગાંધી જયંતી પર તેમને કોટિ કોટિ નમન.

 

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર તેમને નમન કર્યા હતા. રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને લખ્યું કે ગાંધી જયંતિના દિવસે કૃતજ્ઞ રાષ્ટ્ર તરફથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન અર્પણ કરૂ છું.તેમનો સત્ય, અહિંસા અને પ્રેમનો સંદેશ સમાજમાં સમરસતા અને સૌહાર્દનો સંચાર કરીને સમગ્ર વિશ્વના કલ્યાણનો માર્ગ મોકળો કરે છે. તેઓ માનવતા માટે પ્રેરણા સ્ત્રોત બન્યા છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.